Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

૨૩૦૦ કરોડનું આસારામનું સામ્રાજ્ય

દેશભરમાં આશ્રમોઃ ૪૦૦ ટ્રસ્ટઃ ઘણી જમીનો હડપીઃ આસારામને જે બીમારી છે એ દર્દી આત્મહત્યા કરી શકે છે- ડોકટર

અમદાવાદ તા. ૨૫ : આધ્યાત્મિક ગુરૂ આસારામને છેવટે એક નાબાલિક છોકરીના બળાત્કાર કેસમાં અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો છે. સાઠના દાયકામાં, આસારામે લીલાશાહથી આધ્યાત્મિક દીક્ષા મેળવ્યા બાદ, તેણે ૧૯૭૨માં અમદાવાદથી આશરે ૧૦ કિમી દૂર મુટેરા કસ્બામાં પોતાની પ્રથમ કુટી બનાવી હતી.

અહીંથી તેનું સામ્રાજય ઊભું કરવાની વાર્તા શરૂ થઈ હતી. તેના આધ્યાત્મિક કાર્ય ગુજરાતના શહેરોમાં ધીમે ધીમે ફેલાયું હતું. પછી તેણે વિદેશમાં તેના પગ ફેલાવ્યા હતા.

જૂન ૨૦૧૬માં, આવકવેરા વિભાગે આસારામના રૂ. ૨૩૦૦ કરોડની ગેરકાયદર સંપત્ત્િ।નો ખુલાસો કર્યો હતો. તે સમયે મીડિયા અહેવાલો અનુસાર, આસારામના વિશ્વભરમાં આશરે ૪૦૦ આશ્રમ હતા. આ દ્વારા તે ભકતો પાસેથી નાણાં લેતા હતા. જેમ આસારામ પ્રસિદ્ઘ થતા ગયા, તેણે તેની ભકિતનો વ્યવસાય વધાર્યો. ભકતો દ્વારા આપવામાં આવેલા ભકતોના ભંડોળ સાથે પોતાનાં પુસ્તકો, પ્રાર્થના પુસ્તકો, સીડી, સાબુ, ધૂપ વગેરેનું વેચાણ શરૂ કર્યું હતું.

એટલું જ નહીં, આશ્રમના નામે ઘણા એકર જમીન પણ હડપવામાં આવી હતી, જેથી તેમના ખજાનાની વૃદ્ઘિ ચાલુ થઈ હતી. આશ્રમમાંથી પ્રકાશિત બે પત્રિકાઓ ઋશિપ્રસાદ અને લોક કલ્યાણ સેતુની ૧૪ લાખ નકલો દર મહિને વેચાતી હતી, જે આશરે રૂ. ૧૦ કરોડની વાર્ષિક આવક હતી.

(4:28 pm IST)