Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ભારત એક એવો દેશ છે જ્યાં ફેક ન્યુઝથી હિંસા ફેલાઇ શકે છેઃ વેબસાઇટ બૂમના સંસ્‍થાપક ગોવિંદરાજ ઇથિરાજનો દાવો

નવી દિલ્‍હીઃ થોડા વર્ષો પહેલાં કોઇ વૃદ્ધના હાથમાં મોબાઇલ જોવા મળતો ત્યારે ખુશી થતી હતી કે ટેકનોલોજી એક પેઢી સુધી પહોંચી ગઇ છે. પરંતુ, આજે ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝના માર્કેટે અને તેની અસરથી સમાજમાં એક ચિંતાનું વાતાવરણ ઊભુ થયું છે. કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર-હત્યાને લઇને દેશભરમાં પ્રજાનો ગુસ્સો આસમાને છે.

પરંતુ આ દરમિયાન ઇન્ટરનેટ પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક નાનકડી બાળકી ગીત ગા રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો તે આઠ વર્ષની પીડિતાનો અંતિમ વિડીયો છે. પરંતુ, તથ્યો અને તપાસ કરી રહેલી ટીમે આ વિડીયો ફેક હોવાનો દાવો કર્યો હતો.

દેશમાં ફેક ન્યૂઝનો આ કોઇ પ્રથમ કિસ્સો નથી. દરરોજ આ પ્રકારના વિડીયો અને સમાચાર વાયરલ થઇ રહ્યા છે. ભારત જેવામાં દેશમાં આ પ્રકારના ફેક ન્યૂઝ જંગલમાં આગની માફક ફેલાય છે. ટીમના જણાવ્યા અનુસાર યૂઝર્સ અને તપાસ કરતી ટીમ માટે એ જાણનું મુશ્કેલ બની જાય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું સાચું છે અને શુ ખોટું?

ફેક ન્યૂઝની તપાસ કરી રહેલી ટીમ આ પ્રકારના વિડીયોથી પરેશાન થઇ જાય છે. જુદી જુદી ભાષાઓમાં ઠલવાતા આ પ્રકારના કન્ટેન્ટથી યોગ્ય અને ચોક્કસ તપાસ કરવી મુશ્કેલ બની જાય છે. વિવાદ અને હિંસા માટે ભારતમાં ફેક ન્યૂઝ કાફી છે. જેનું કામ ખૂબ મોટું અને સંવેદનશીલ છે.

તથ્યોની તપાસ કરનારી વેબસાઇટ બૂમના સંસ્થાપક અને સંપાદક ગોવિંદરાજ ઇથિરાજના જણાવ્યા પ્રમાણે, ટીમ પાસે ફેક ન્યૂઝના દરરો ડઝનબંધ કેસ આવે છે. જે સમાજમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ઇથિરાજનું માનવું છે કે, ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ફેક ન્યૂઝથી હિંસા ફેલા શકે છે. બૂમ વેબસાઇટે પણ આ વિડીયોને ફેક વિડીયો હોવાનો દાવો કર્યો હતો.

(5:56 pm IST)