Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દિગ્‍ગજ આઇટી કંપની એક્‍સેન્‍ચર ટુંક સમયમાં તબક્કાવાર 19000 જેટલા કર્મચારીઓને પાણીપુ આપશે

કંપનીના સીઇઓએ એવો દાવો કર્યો છે કે કંપનીનો ખર્ચ ઘટાડવા માટે જરૂરી પગલા લઇ રહ્યા છીએ

નવી દિલ્‍હીઃ વિશ્વ પર મંદીના ભય વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે, આ ક્રમમાં વધુ એક મોટી છટણી થવા જઈ રહી છે. આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની એક્સેન્ચરે ગુરુવારે તેના કર્મચારીઓમાંથી 19,000 કર્મચારીઓને ઘટાડવાની જાહેરાત કરી છે. આ સાથે કંપનીએ તેના પરિણામોમાં વાર્ષિક રેવેન્યુ ગ્રોથ અને અને પ્રોફિટના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.

2.5% કર્મચારીઓને નીકળવાની જાહેરાત 
આગામી દિવસોમાં એક્સેન્ચર દ્વારા બરતરફ કરવામાં આવનાર કર્મચારીઓની આ સંખ્યા તેના કુલ કર્મચારીઓના 2.5 ટકા છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ છટણી આગામી 18 મહિનામાં તબક્કાવાર કરવામાં આવશે. 

કોસ્ટ કટિંગ છે મુખ્ય કારણ 
કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મોટી છટણીના સંબંધમાં, નાણાકીય વર્ષ 2023 ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે અમારા વિકાસને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ પહેલા એમેઝોને 18,000 કર્મચારીઓને ચોંકાવી દીધા હતા, માઇક્રોસોફ્ટે 11,000, ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. હવે એક્સેન્ચરે પણ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે.

કંપનીએ રેવન્યુ-પ્રોફિટનું અનુમાન ઘટાડ્યું
રોઇટર્સના અહેવાલ મુજબ, આઇટી ક્ષેત્રની અગ્રણી એક્સેન્ચરે તેની આવક અને નફાના અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. કંપની હવે વાર્ષિક આવક વૃદ્ધિ 8% થી 10% ની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે, જે અગાઉના 8% થી 11% વૃદ્ધિના અંદાજની તુલનામાં છે. એક્સેન્ચરે જણાવ્યું હતું કે તે હવે શેર દીઠ $10.84 થી $11.06 ની આવકની અપેક્ષા છે, જે અગાઉ $11.20 થી $11.52 વચ્ચે હતી.

સીઈઓએ આ મોટી વાત કહી
એક્સેન્ચરના સીઈઓ જુલી સ્વીટએ અર્નિંગ કોલ પછી જણાવ્યું હતું કે અમે નાણાકીય વર્ષ 2024 અને તે પછીના સમયમાં અમારા ખર્ચ ઘટાડવા માટે આ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.. આઇટી કંપનીનું આ પગલું યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યાના એક દિવસ બાદ સામે આવ્યું છે.

(6:19 pm IST)