Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પૂના ઓશો આશ્રમની બદહાલતઃ ૧ દી'ના રૂા.૩૫ લાખ ખંખેર્યા

ઓશો આશ્રમ બચાવો અભિયાનમાં ગયેલા સન્‍યાસીઓને કડવો અનુભવઃ વ્‍યકિતદીઠ રૂા.૧૦૭૦ પહોચ વગર કટકટાવ્‍યા, હાથ પર રબ્‍બર સ્‍ટેમ્‍પ માર્યોઃ આશ્રમમાં સફાઈનો અભાવ- સ્‍વિમિંગ પુલમાં ગંદકીઃ સત્‍યપ્રકાશજી, ડો.લીઝા સહિતના સન્‍યાસીઓ દુઃખી- દુઃખી

રાજકોટઃ ‘ઓશો આશ્રમ બચાવો' અંતર્ગત ગુજરાતમાંથી સ્‍વામી આત્‍મો બોધ, સ્‍વામી સત્‍યપ્રકાશ અને માં બોધી નીરાએ ‘ચાલો પૂના' ઓશો મહાસંઘ ૨૫૦ સન્‍યાસીઓને લઈને તા.૧૯ માર્ચથી તા.૨૧ માર્ચ સુધી પુના ગયેલા.

આ મહાસંઘે ગુજરાતમાં પરત ફરતા પુના ઓશો ઈન્‍ટરનેશનલ આશ્રમની ખુબ જ ગંભીર અને નાજુક સ્‍થિતિના સમાચાર આપેલા છે અને ઓશો આશ્રમનો બાસો એરિયા રાજીવ બજાજને વેચવાનો પ્રયત્‍ન કરેલ છે.

ઓશો આશ્રમમાં ઓશોની મોજુદગીમાં પ્રતિ દિવસ પાંચ હાજર સન્‍યાસીઓને મરુનરોબ અને માળા સાથે એન્‍ટ્રી અપાતી તે માત્ર હવે પ્રતિ દિવસ ૨૫ સન્‍યાસીઓની એન્‍ટ્રી થાય છે અને એ પણ માલા વગર સન્‍યાસીઓ હોય તો જ.

આખા આશ્રમમાં ઓશોનો એક પણ ફોટોગ્રાફ ન હતો. આશ્રમમાં ૨૧ માર્ચ ઓશોના સંબોધી દિવસનું ટ્રસ્‍ટીઓ દ્વારા કઈ પણ ઉત્‍સવનું આયોજન ન હતું. ઉત્‍સવને બદલે દુનિયાભરમાંથી આવતા ઓશો સન્‍યાસીઓને ડરાવવા માટે ૧૦૦ કરતા પણ વધારે પોલીસ ફોર્સ, સિકયુરિટી બોઉન્‍સર અને કુતરા રાખવામાં આવ્‍યા હતા.

બે હજાર કરતા પણ વધારે સન્‍યાસીઓ શાંતિ પૂર્ણ મૌન પોતાના ગુરૂ ઓશોના સંબોધી દિન નિમિતે ઓશો આશ્રમના મેઈન ગેટ પાસે ઉમટયા હતા.

ટ્રસ્‍ટીઓ દ્વારા ૨૧ માર્ચને દિવસે સન્‍યાસીઓને માલા પહેરીને આવવાની નાટકીય રીતે છૂટ આપવામાં માત્ર એક જ દિવસની છૂટ આપી અને બીજે દિવસે સન્‍યાસીઓને ફરીથી માળા પહેરીને આવતા રોકયા હતા.

આશ્રમ પરિસરની અંદર પણ બાસો એરિયાને બંજર જેવો ટ્રસ્‍ટીઓએ બનાવી દીધો છે. ત્‍યાં બિલકુલ સફાઈ ન હતી. સ્‍વીમીંગ પુલમાં ગંદુ પાણી ભર્યું હતું.

ઓશો આશ્રમ જયાં ઈન્‍ટરનેશનલ કક્ષાનો આશ્રમ હતો. જેની જાળવણી ગુણવતા ખુબ જ ઉંચી રીતે કરવામાં આવતી હતી. તે માત્ર હવે આશ્રમ ચલાવવા ખાતર પ્રેમશૂન્‍ય અને ભાવશૂન્‍યતાથી ટ્રસ્‍ટીઓ ચલાવી રહ્યા છે.

ઓશોની સમાધિની આજુબાજુનો લાઓત્‍સે ગાર્ડન પણ ખુબ જ ખરાબ હાલતમાં હતો. સમાધિ દર્શનની ૯૭૦ રૂા. ફી વસુલવામાં આવી હતી. જે ભારતીય સન્‍યાસી માટે ખૂબ જ વધારે હતી. ગુજરાત અને ભારતના સન્‍યાસીઓ વતી અમારી ભારત સરકારને એ જ અપીલ છે કે ઓશો ભારતના અધ્‍યાત્‍મિક આકાશમાં ચમકતા સિતારા સમાન  બુધ્‍ધ પુરૂષ છે. ઓશોની બૌધિક અને ભૌતિક ધરોહર સમાન ઓશો આશ્રમ પૂનાના મેનેજમેન્‍ટમાં સુધારો થાય અને નવા પ્રેમપૂર્ણ  ઓશોની વિચારધારા ભવિષ્‍યની પેઢી સુધી વિસ્‍તારે તેવા નવા ટ્રસ્‍ટીઓને ચેરીટી કમીશન મુંબઈને સુચના આપીને ઓશો આશ્રમ બચાવવામાં મદદ કરે. ઓશો પર કોપીરાઈટ અને ટ્રેડ માર્ક દુર કરે.ઓશો આશ્રમમાં એન્‍ટ્રી માટે રૂા.૧૦૭૦ની તગડી રકમ લઈને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવે છે. જેની તેઓ કોઈ પણ પ્રકારની પહોંચ કે પાવતી પણ નથી આપતા ૨૧ માર્ચ ઓશોનો સંબોધિ દિવસ હોવાથી ભારતભરમાંથી તથા વિદેશથી ઓશો આશ્રમ બચાવોના અભિયાન સાથે ઓશો સન્‍યાસીઓ ઉમટી પડેલા. ત્‍યારે પુના આશ્રમના સત્તાધિશોએ નિયમ કરેલો કે ઓશોની માળા પહેરેલા લોકોને આશ્રમમાં પ્રવેશ ન આપવો. આથી ત્‍યારે અભિયાનમાં જોડાયેલા લોકો એ કહેલ કે આ તે કેવો નિયમ?  જેનો આશ્રમ છે તેની જ માળા પહેરીને તેના જ આશ્રમમાં પ્રવેશ ન મળે.

દુનિયાના દરેક સંપ્રદાયોના ધાર્મિક સ્‍થાનોમાં ઓશોની માળા પહેરીને જઈ શકાય છે. તેનો કોઈપણ વિરોધ નથી કરતા અને ઓશોના જ આશ્રમમાં ઓશોની માળા પહેરીને ન જઈ શકાય આવો તઘલખી નિયમ ન ચાલે આનો વિરોધ થયો. એટલે સત્તાધીસોએ (સ્‍વામિ ધ્‍યાનેશ) રૂા.૧૦૭૦ ભરીને આશ્રમમાં માળાપહેરીને આવવાની છુટ આપેલ અને મૌખીકમાં કહેલ કે હવેથી અમો દરેક માળા પહેરેલ વ્‍યકિતને આશ્રમમાં પ્રવેશ આપીશું. આ રીતે એક જ દિવસમાં (૨૧ માર્ચ) ૩૫૦૦ જેટલા ઓશો સન્‍યાસીઓ પાસેથી ૩૫ લાખ જેટલી તગડી રકમ લઈને આશ્રમમાં જવાની મંજુરી આપેલ. આ પ્રવેશ ફીની આશ્રમ કોઈપણ જાતની રસીદ કે પાવતી આપતી નથી. ફકત તમારા હાથ પર ઓશો આશ્રમનો રબ્‍બર  સ્‍ટેમ્‍પ મારીને કહે છે. ૧૦૭૦ આપીને આશ્રમમાં પ્રવેશ કરો. આ રીતના રબ્‍બર સ્‍ટેમ્‍પ મારીને ૧૦૭૦ને ૨૧ માર્ચના રોજ લોકોને આશ્રમમાં પ્રવેશ આપેલ અને બીજે દિવસે એટલે કે ૨૨ માર્ચે તેઓએ નિયમ બદલી નાખ્‍યો અને કહેલ કે માળા પહેરીને આવનારને પ્રવેશ મળશે નહી. આ રીતના હાથ પર રબ્‍બર સ્‍ટેમ્‍પ મારીને ૧ દિવસના રૂા.૩૫ લાખ લોકો પાસેથી ખંખેરી લીધા બીજા દિવસે મતલબ નિકલ ગયા તો પહેચાન તે નહી.

વિશેષ માહિતીઃ- સ્‍વામિ સત્‍ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, ડો.લીઝા (માં બોધિ નિરા) મો.૯૯૭૯૮ ૮૨૭૭૫, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:39 pm IST)