Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગુજરાતના ચારેય મહાનગરો ટેઇન્‍ટેડ -૧૦ની યાદીમાં

હવાની ખરાબ ગુણવત્તા : વડોદરા ચોથા, રાજકોટ પાંચમા અને અમદાવાદ છઠ્ઠા નંબરે

નવી દિલ્‍હી, તા.૨૫: પર્ટીકયુલેટ મેટર ૧૦ (પીએમ૧૦) બાબતે છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટાડા છતાં અમદાવાદ દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાંના એક તરીકે ચાલુ રહ્યું છે. ૨૦૧૭-૧૮થી તે હાઇએસ્‍ટ પીએમ-૧૦ વાળા શહેરોની યાદીમાં સામેલ છે. ગુજરાત અન્‍ય મુખ્‍ય શહેરો રાજકોટ, સુરત અને વડોદરા પણ પ્રદૂષિત હવા ધરાવતા શહેરોની યાદીમાં ૨૦૧૭-૧૮થી સામેલ છે.સંસદના ચાલુ સત્રમાં કેન્‍દ્ર સરકાર દ્વારા અપાયેલ દેશના ટોચના ૧૩૧ પ્રદૂષિત હવાવાળા શહેરોની માહિતીમાં કહેવાયુ છે કે ૨૦૧૭-૧૮માં અમદાવાદ ત્રીજા નંબરનું સૌથી પ્રદુષિત શહેર હતું. ત્‍યારપછીના વર્ષો (૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧)માં તે યાદીમાં ચોથા નંબર પર હતુ. જયારે ૨૦૨૧-૨૨માં અમદાવાદ ૧૧૩ માઇક્રોગ્રામ/એમ૩) પીએમ લેવલ સાસથે છઠ્ઠા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યુ હતું. ૧૯૬ માઇક્રોગ્રામ એમ૩ સાથે  દિલ્‍હી પહેલા નંબર પર, ત્‍યાર પછી મુઝફફરપુર ૧૫૩, પટણા ૧૪૫, ચોથા નંબર પર, વડોદરા ૧૨૧ અને પાંચમા નંબર પર રાજકોટ ૧૧૬ માઇક્રોગ્રામ/ એમ૩ સાથે રહ્યું હતુ.

પર્યાવરણવીદ મહેશ પંડયાએ કહ્યું કે સતત બાંધકામ અને ખોદાણની પ્રવૃતિઓ સાથે વૃક્ષોની સંખ્‍યામાં ઘટાડો ᅠઅમદાવાદ શહેરમાં પીએમ ૧૦ લેવલ સતત ઉંચુ રહેવાનું મુખ્‍ય કારણ છે. વાહનોના ધૂમાડા સાથે ભળતી ધૂળ શહેરના નાગરિકોના આરોગ્‍યને નુકશાન પહોંચાડે છે.

(4:37 pm IST)