Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જેસલમેરમાં સૈન્‍ય અભ્‍યાસ દરમિયાન ૩ મિસાઈલ થઈ મિસફાયરઃ જાનહાની નહી

જેસલમેર, તા.૨૫: રાજસ્‍થાનના જેસલમેરમાં પોખરણ ફિલ્‍ડ ફાયરિંગ રેન્‍જમાં શુક્રવારે ટ્રાયલ દરમિયાન ૩ મિસાઈલ મિસ ફાયર થઈ હોવાનો મામલો સામે આવ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે જમીનથી હવામાં ફાયર કરવાવાળી ત્રણ મિસાઈલો હવામાં જ પોતાનો રસ્‍તો ગુમાવી પોતાના લક્ષ્યોને માર્યા વિના રેન્‍જની બહાર જતી રહી હતી.કોઈ જાનહાની નથી.

(4:06 pm IST)