Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાહુલ ગાંધીનું સભ્‍ય પદ રદ્દ થવાના વિરોધમાં સુપ્રીમમાં અરજી દાખલ

લોકપ્રિતિનિધિત્‍વ કાયદાની કલમ ૮(૩)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સદસ્‍યતાને થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જનપ્રતિનિધિ અધિનિયમ ૧૯૫૧ (૧૯૫૧ કાયદો)ની કલમ આઠ (૩)ને પડકારવામાં આવી છે. આ કલમ હેઠળ દોષી ઠેરવાતાં મહત્તમ બે વર્ષની સજા થાય છે. એને બંધારણના વિપરીત ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે ઓટોમેટિક અયોગ્‍યતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં તર્ક આપવામાં આવ્‍યો હતો કે પ્રકૃતિ અને અપરાધોની ગંભીરતા છતાં એક વ્‍યાપક અયોગ્‍યતા પ્રાકૃતિક ન્‍યાયના સિદ્ધાંતોની સામે છે. કલમ આઠ (૩) સ્‍વતઃ વિરોધાભાષી, અસ્‍પષ્ટતા પેદા કરે છે. અરજીમાં તર્ક આપવામાં આવ્‍યો હતો કે ૧૯૫૧ની અધિનિયમની કલમ આઠ (૩) ભારતના બંધારણના અધિકારની છે, કેમ કે એ કલમ આઠ (૧), કલમ 8a, ૯ ૯A, ૧૦, ૧૦A અને ૧૧, ૧૯૫૧ના અધિનિયમના વિપરીત છે.

સુપ્રીમ કોર્ટમાં એ અરજી સામાજિક કાર્યકર્તા આભા મુરલીધરન તરફથી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને સજા થતાં તેમની સદસ્‍યતા જવી એ ગેરબંધારણીય છે. રાહુલ ગાંધીને દોષી થયાની તારીખથી અયોગ્‍ય ઘોષિત કરવામાં આવ્‍યા છે, જોકે અપીલનો તબક્કો, અપરાધોની પ્રકૃતિ, અપરાધોની ગંભીરતા અને એની અસર પર સમાજ વગેરે કારણો પર વિચાર નથી કરવામાં આવ્‍યો અને ઓટોમેટિક અયોગ્‍યતાનો આદેશ આપવામાં આવ્‍યો છે.

(3:58 pm IST)