Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વેકેશનમાં રાજકોટમાં પ્‍લેન ઉડાઉડ કરશે : દરરોજની ૯ ફ્‌લાઇટ

એરપોર્ટ દ્વારા સમર પ્‍લાન રજૂ કરાયો

રાજકોટથી મુંબઈ, રાજકોટથી દિલ્‍હી, બેંગાલુરુ, હૈદરાબાદ, ઈન્‍દોર અને ઉદયપુર માટે ખાસ ફ્‌લાઈટ : મે થી ઓક્‍ટોબરનું બુકીંગ શરૂ

નવી દિલ્‍હી , તા.૨૫ : ઉનાળાના વેકેશનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે રાજકોટ એરપોર્ટ દ્રારા સમર પ્‍લાન જાહેર કરવામાં આવ્‍યો છે જેમાં રાજકોટથી મુંબઇ દૈનિક ત્રણ ફલાઇટ, દિલ્લીની દૈનિક બે ફલાઇટ, બેંગલોર, હૈદરાબાદ, ઇન્‍દોર અને ઉદયપુરની એક એક ફલાઇટ મળશે. તો ગોવા માટે મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ સપ્તાહમાં ત્રણ દિવસ ફલાઇટ મળશે.

સુરત જતી ૯ સીટર ફલાઇટ દરરોજ ઉડાન ભરશે. હાલમાં તમામ ફલાઇટનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્‍યું છે. ૧ મે થી ૨૮મી ઓક્‍ટોબર સુધી દૈનિક ૯ ફલાઇટ અને એક ફલાઇટ સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે. ફલાઇટની ફ્રિકવન્‍સી વધતા પ્રવાસીઓને અને વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે.

રાજકોટ એરપોર્ટ પરથી સ્‍પાઇસ જેટ દ્વારા સમય શેડ્‍યુલ માટે કુલ ત્રણ સ્‍લોટની માંગણી કરી હતી. જો કે ફલાઇટ ઉપલબ્‍ધ ન હોવાને કારણે આ શેડ્‍યુલ થઇ શકયું ન હતું. હાલમાં સ્‍પાઇસ જેટની રાજકોટ દિલ્લીની એક ફલાઇટ ચાલુ છે. જે મે મહિનાથી બંધ થઇ જશે. રાજકોટ એરપોર્ટ પર સમર શેડ્‍યુલ પ્રમાણે ઍર ઇન્‍ડિયાની દિલ્લી મુંબઇ એક એક ફલાઇટ, ઇન્‍ડિગોની ૭ ફલાઇટ અને એક ચાર્ટડ પ્‍લેન ઉડાન ભરશે.રાજકોટ એ સૌરાષ્‍ટ્રનું પાટનગર છે. રાજકોટ એરપોર્ટ નિર્માણ થયું ત્‍યારબાદ રાજકોટથી મુંબઇની જ ફલાઇટ હતી. જે બાદ રાજકોટ દિલ્લીની ફલાઇટ શરૂ કરવામાં આવી અને હવે રાજકોટથી હૈદરાબાદ, ઉદયપુર, ગોવા, બેંગલુરુ, ઇન્‍દોરની ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતની ફલાઇટ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પર વધારાના ર્પાકિંગ પણ ઉભા કરવામાં આવ્‍યા છે.

(3:50 pm IST)