Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાજપ નેતા ખુશ્‍બૂ સુંદરનું જૂનું ટ્‍વિટ વાયરલ : કોંગ્રેસે નિશાન સાધ્‍યું

રાહુલને સંસદમાંથી ગેરલાયક ઠેરવાયા બાદ પૂર્વ કોંગ્રેસી આગેવાન અને હાલ

નવી દિલ્‍હી , તા.૨૫ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્‍યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના પણ બહાર પાડવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે ગુજરાતના સુરતની એક કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હવે જ્‍યારે રાહુલનું સંસદ સભ્‍યપદ રદ કરવામાં આવ્‍યું છે, ત્‍યારે ભાજપના નેતા ખુશ્‍બુ સુંદરનું એક ટ્‍વીટ વાયરલ થઈ રહ્યું છે, જેના માટે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્‍યું છે.

હકીકતમાં ખુશ્‍બુ સુંદરનું આ ટ્‍વીટ ૨૦૧૮નું છે, જ્‍યારે તે કોંગ્રેસમાં હતા. તેણે પોતાના એક ટ્‍વીટમાં લખ્‍યું- અહીં મોદી, ત્‍યાં મોદી, જ્‍યાં જુઓ ત્‍યાં મોદી.. પરંતુ આ શું છે? દરેક મોદીની આગળ ભ્રષ્ટાચારની અટક હોય છે... મોદી એટલે ભ્રષ્ટાચાર... ચાલો મોદીનો મતલબ ભ્રષ્ટાચાર કરીએ.

અભિનેતામાંથી રાજનેતા બનેલા ખુશ્‍બુ સુંદરના આ ટ્‍વીટ પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્‍યું છે. પાર્ટીના નેતાઓએ પૂછયું છે કે શું પૂર્ણેશ મોદી હવે ખુશ્‍બુ સુંદર સામે માનહાનિનો કેસ કરશે? જણાવી દઈએ કે, ખુશ્‍બુ મહિલા આયોગના સભ્‍ય છે.

(3:48 pm IST)