Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અમને માત્ર આશ્વાસન આપો તેમાં રસ નથીઃ અમે કાર્યવાહી જોવા માંગીએ છીએ

વિદેશોમાં ભારતીય દુતાવાસમાં તોડફોડ અંગે વિદેશ ખાતાનું કડક વલણ

નવી દિલ્‍હી, તા.૨૫: વિદેશમાં ભારતીય હાઈ કમિશનમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલ તોડફોડની ઘટનાઓ પર હવે ભારત સરકારે કડક વલણ અપનાવ્‍યું છે. જણાવી દઈએ કે ભારતે શુક્રવારે કહ્યું કે તે આ ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે સંબંધિત દેશોમાં ફક્‍ત આશ્વાસન નહીં પણ વિદેશમાં ભારતીય મિશનમાં તોડફોડના કરનારાઓ સામે કાર્યવાહીની અપેક્ષા રાખે છે.

આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું કે ભારતને આશા છે કે સંબંધિત દેશો આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે પગલાં લેવામાં આવશે.અમને માત્ર આશ્વાસન આપો તેમાં રસ નથી, અમે કાર્યવાહી જોવા માંગીએ છીએ.

જયારથી પંજાબમાં અમૃતપાલ સિંહ સામે પોલીસની કાર્યવાહી થઈ છે ત્‍યારબાદ ખાલિસ્‍તાન સમર્થકોએ લંડન, બ્રિટિશ કોલંબિયા, સાન ફ્રાન્‍સિસ્‍કોમાં ભારતીય મિશનમાં તોડફોડ કરી હતી.

આ વિશે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કડક મૂડમાં છે. બેંગલુરુમાં તેમણે કહ્યું કે ભારત સુરક્ષાના જુદા જુદા ધોરણોને સ્‍વીકારશે નહીં. તેમણે યુકે પર હાઈ કમિશનના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પૂરી ન કરવાનો આરોપ પણ મૂક્‍યો હતો. જયશંકરે કહ્યું, રાષ્ટ્રધ્‍વજ અને હાઈ કમિશનની સુરક્ષા પર બ્રિટનમાં આ કિસ્‍સામાં... દેશની જવાબદારી છે કે કોઈ રાજદ્વારીને તેનું કામ કરવા માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે.

(3:45 pm IST)