Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કર્ણાટકમાં લઘુમતીઓ માટે ૪% અનામત સમાપ્‍ત

૪ ટકાના કવોટાને બે સમુદાયમાં વહેંચ્‍યો : સરકારનો મહત્‍વનો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૨૫ : કર્ણાટકમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્‍યમંત્રી બસવરાજ બોમાઈએ મોટો નિર્ણય લીધો છે અને OBC મુસ્‍લિમોને આપવામાં આવતી ૪ ટકા અનામતને નાબૂદ કરી દીધી છે. સીએમના આ નિર્ણયને ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. અને આવનારી ચૂંટણીમાં ભાજપને આનો ફાયદો મળી શકે તેમ રાજકીય નિષ્‍ણાતોનું માનવું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, OBC મુસ્‍લિમો માટે ઉપલબ્‍ધ ચાર ટકા ક્‍વોટા વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો વચ્‍ચે વહેંચવામાં આવ્‍યો છે. આપવામાં આવ્‍યો હતો તેઓને હવે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્‍યા છે.

રાજય સરકારના આ નિર્ણયથી કર્ણાટકમાં અનામતની ટકાવારી વધી છે. SC એ રાજયમાં ક્‍વોટાની ટકાવારી ૫૦ નક્કી કરી હતી. પરંતુ આ ફેરફાર બાદ હવે રાજયમાં અનામતની મર્યાદા વધીને ૫૭ ટકા થઈ ગઈ છે. આ કે અમે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. અમને કેબિનેટ કમિટીએ ક્‍વોટા કેટેગરીમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું, જેને અમે સ્‍વીકાર્યું છે. સીએમના આ નિર્ણય બાદ હવે અનામતની બે નવી કેટેગરીમાં વધારો કરવામાં આવ્‍યો છે. વોક્કાલિગાસ માટે ક્‍વોટા ૫ ટકાથી વધારીને ૭ ટકા કરવામાં આવ્‍યો છે. પંચમસાલી, વીરશૈવ અને અન્‍ય લિંગાયતો સહિત અન્‍ય શ્રેણીઓ માટેનો ક્‍વોટા પણ ૫ ટકાથી વધારીને ૭ ટકા કરવામાં આવ્‍યો છે.

 

(1:10 pm IST)