Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દેશભરમાં સોમવારથી આંદોલન : કોંગ્રેસ આર યા પારનાᅠમૂડમાં

રાહુલની સભ્‍યતા રદ્દ થતા પક્ષની બેઠકમાં રણનીતિ કરાય નક્કી : મોદી સરકાર વિરૂધ્‍ધ અવાજ ઉઠાવશે

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મનની કેસમાં બે વર્ષની સજા સંભળાવ્‍યા બાદ તેની સંસદᅠસભ્‍યતા ગઈકાલે રદ્દ કરવામાં આવી. આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસે બેઠક બોલાવી હતી. દિલ્‍હીમાં AICC મુખ્‍યાલયમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેનીᅠઅધ્‍યક્ષતા અને સિપીપી ચેરપર્સન સોનિયા ગાંધીનીᅠહાજરીમાં પ્રદેશ અધ્‍યક્ષો, સીએલપીᅠનેતાઓ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક કરવામાં આવી.ᅠરાહુલ ગાંધીનીᅠસંસદનાᅠરૂપે અયોગ્‍યતા અને અદાનીᅠમુદ્દે જેપીસીની તપાસની માંગ અંગે કોંગ્રેસ મુખ્‍યાલયમાં કોંગ્રેસ નેતાઓએ બેઠક કરી. આ બેઠકમાં ૪૦ સભ્‍ય હાજર રહ્યા અને બાકી સભ્‍ય વિડીયો કોન્‍ફેરન્‍સ દ્વારા જોડાયા.

કોંગ્રેસનીᅠઆ ઇમરજન્‍સી બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુનᅠખડગે હાજર રહ્યા. આ બેઠકમાં કેસી વેણુ ગોપાલ, જયરામ રમેશ, રાજીવ શુક્‍લા, અંબિકા સોની, બંસલ પણ ઉપસ્‍થિત હતા.ᅠકોંગ્રેસની બેઠક બાદ જયરામ રમેશે કહ્યું કે દેશભરમાં જઈને કહીશ કે મોદી સરકાર વિરૂધ્‍ધ અવાજ ઉઠાવાᅠમાટે રાહુલ ગાંધીને જાણી જોઈને અયોગ્‍ય જાહેર કરવામાં આવ્‍યા છે. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખેᅠબેઠક વિશે કહ્યું કે અમે અમે મોદી સરકાર વિરૂધ્‍ધᅠઅવાજ ઉઠાવશું. ભારત જોડો યાત્રાથી બીજેપી પરેશાન છે. બીજી બાજુ બેઠકમાં આગળની રણનીતિ અને સંગઠન પર ચર્ચા કરવામાં આવી વધુમાં ઉમેર્યું કે રાહુલનેᅠનિશાન બનાવામાંᅠઆવી રહ્યા છે.ᅠ ᅠ

જયરામ રમેશે કહ્યું કે, અમે એક જનઆંદોલનના રૂપે આગળ લઇ જઈશું. ‘હાથ સે હાથ જોડો' અભિયાનની સાથે રાહુલ ગાંધીની અયોગ્‍યતા અંગે જનચેતના કાર્યક્રમ, સંવિધાન બચાવો, કરાયકર્મ અભિયાન ચાલવામાં આવશે. આ કાર્યક્રમ સોમવારેᅠશરૂ થશે. બીજી બાજુ રાહુલ ગાંધીના સમર્થનમાં પક્ષે સોશ્‍યલᅠ મીડિયા પર ડરોᅠમત કેમપેઇનᅠશરૂ કર્યું. પક્ષના ટ્‍વીટર હેંડલ પર લગાવામાં આવ્‍યું છે. પક્ષના કાર્યકરતાᅠતેને શેર કરી રહ્યા છે.

આ ઉપરાંત પક્ષના પ્રદર્શનોમાં પણ આ નારાને બેનર-પોસ્‍ટર.ᅠ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં આ મુદ્દોᅠલઈને જશે કે રાહુલ ગાંધીની સંસદᅠસભ્‍યતા જાણીજોઈને ખત્‍મᅠકરવામાં આવી છે. તેના ત્રણ મુખ્‍ય કારણ છે રાહુલનેᅠમોદી સરકારની નીતિઓ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી ભારત જોડો યાત્રાની સફળતાથી બીજેપી ગભરાયેલી છે. રાહુલᅠઅદાણી કૌભાંડ પર બોલી રહ્યા છે.

(10:41 am IST)