Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

માસી ભાણેજના પ્રેમમાં પડીઃ પોલીસ સ્‍ટેશનમાં કહ્યું, ‘પતિ નહીં, પ્રેમી જોઈએ': લગ્ન કરવા તૈયાર

બિહારના મુઝફફપુરના કટરા વિસ્‍તારની ઘટના મોટી બહેનના ઘરે રહેવા ગઈ હતી બે બાળકોની માતા અને થઈ ગયો પ્રેમ

મુઝફફપુર,તા. ૨૫ : કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. જયારે એક વખત દિલમાં પ્રેમની અગ્નિ પ્રજવલિત થાય છે, ત્‍યારે માણસને પ્રેમ સિવાય કશુય સુજતુ નથી, સિવાય જયાં સુધી તે પોતાની પ્રેમની મંજીલ હાંસલ ન કરી દો. પ્રેમમાં પાગલ થયેલા માણસને એ પણ દેખાતુ નથી કે, આ સંબધ કઈ રીતે જોડાયેલા છે. પોતાના પ્રેમને પામવા માટે માણસ અનેક ઘરને તબાહ કરી દેતો હોય છે. ત્‍યારે મુજફફપુર જિલ્લાના કટરા વિસ્‍તારમાં એક પ્રેમનો અધરો કિસ્‍સો સામે આવ્‍યો છે. મળતી માહિતી મુજબ, એક પરિણીતા તેની મોટી બહેનના પુત્રના પ્રેમમાં પડી હતી. આ પ્રેમસબંધ એટલો વધી ગયો હતો કે, મહિલા પોતાના પતિને પણ ઓળખી રહી ન હતી. માસી કહેનારા યુવક સાથે લગ્ન કરવા માટે મહિલા તમામ સબંધ તોડવા પર આવી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કટારા વિસ્‍તારમાં આવેલા એક ગામની આ ઘટના છે. પરિણીત મહિલા કાંટી ગામની રહેવાસી છે, જયારે તેની મોટી બહેનનું સાસરુ કટરા ગામમાં આવેલુ છે. થોડા સમય પહેલા આ મહિલા પોતાની બહેનના ઘરે ગઈ હતી અને ત્‍યાં થોડો સમય રોકાઈ હતી. આ દરમિયાન મહિલા મોટી બહેનના દિકરાની નજીક આવી હતી અને બંને વચ્‍ચે સબંધ વધ્‍યો હતો. મોટી બહેનના દિકરા સાથે મહિલા કાનપુર ફરવા પણ ગઈ હતી અને ત્‍યાં તેઓ ખુબ રખડ્‍યા પણ હતા. જયારે તેઓ ઘરે પરત આવ્‍યા હતા ત્‍યારે મોટી બહેનને તેમના વર્તન પર શંકા થઈ હતી. મોટી બહેને જયારે કડકાઈથી પૂછપરછ કરી ત્‍યારે મહિલાએ પોતાના પ્રેમ સબંધનો સ્‍વીકાર કર્યો હતો.

જાણવા મળી રહ્યુ છે કે, આ મામલાને સામાજિક સ્‍તર પર પંચાયતમાં પતાવવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે, આખો કિસ્‍સો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો હતો. પોલીસ સ્‍ટેશનમાં પણ મહિલાએ હાઈવોલ્‍ટેજ ડ્રામા કર્યો હતો. દરેક સબંધીઓ મહિલાને સમજાવવાનો પ્રયત્‍ન કરી રહ્યા હતા અને માસી ભાણીયા અંગેનો સબંધ સમજાવી રહ્યા હતા, પરંતુ મહિલા માની રહી ન હતી. હદ તો ત્‍યારે થઈ જયારે મહિલાએ પોતાના પતિને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પોલીસ પણ આ સમગ્ર મામલે અવઢવમાં પડી હતી.

પરિવારના સભ્‍યો આંધળો પ્રેમનો મતબલ મહિલાને સમજાવામાં લાગ્‍યા હતા પરંતુ મહિલા કોઈની વાત સાંભળી રહી ન હતી. મહિલાએ માત્ર એક જીદ પકડી હતી કે, તે તેના પ્રેમી સાથે જ રહેવા માંગે છે. જો કે, આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. સમગ્ર મામલે પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટરનું કહેવુ છે કે, ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

(10:21 am IST)