Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કેન્દ્રના ૧.૧૭ કરોડ કર્મચારી, પેન્શન મેળવનાઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર થયો

હવે મોંઘવારી ભથ્થું ૩૮% થી વધીને ૪૨ ટકા થઈ ગયું: ડી.એ. અને ડી.આર.માં આ વધારો જાન્યુઆરી ૨૦૨૩થી લાગુ પડશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી ખુશીના સમાચાર: મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં ૪%નો વધારો જાહેર કર્યો: હવે મોંઘવારી ભથ્થું ૩૮% થી વધીને ૪૨ ટકા થઈ ગયું: ડી.એ. અને ડી.આર.માં આ વધારો જાન્યુઆરી ૨૦૨૩થી લાગુ પડશે

મોદી સરકારની કેબિનેટે આ નિર્ણય લીધો છે. આ સાથે જ સરકાર ઉપર કર્મચારીઓ અને પેન્શનધરીઓ ના એરિયર મળી ૧૨,૮૧૫ કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો પડશે. કેન્દ્રના ૪૭.૫૮ લાખ કર્મચારીઓ અને ૬૯.૭૬ લાખ પેન્શન મેળવનારાઓને આનો લાભ મળશે

(10:59 pm IST)