Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જર્જરિત અને જોખમી જાહેર કરાયેલી ઈમારતના રિડેવલપમેન્ટ માટે તમામ રહીશોની સંમતિ ફરજીયાત નથી : બોમ્બે હાઇકોર્ટ

- ઇમારતના 51થી 70 ટકા રહેવાસીઓની સંમતિ પુનર્વિકાસના પ્રસ્તાવને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી કરવા માટે પુરતી છે

મુંબઈ : જર્જરિત અને જોખમી જાહેર કરાયેલી ખાનગી કે પાલિકાની ઈમારતો માટે મુંબઈ મહાપાલિકાએ જારી કરેલી 2018ની નિયમાવલીના ક્લોઝ 1.15માં તમામ ભાડૂતો કે રહેવાસીઓ પાસેથી સો ટકા સંમતિ મેળવવી ફરજિયાત હોવાનું જણાવાયું નથી, એવું બોમ્બે હાઈ કોર્ટ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.

 

ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર-2034) હેઠળ કરાયેલા પ્રસ્તાવ અનુસાર ઈમારતના 51થી 70 ટકા રહેવાસીઓની સંમતિ પુનર્વિકાસના પ્રસ્તાવને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી કરવા માટે પુરતી છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.

ડેવલપર રાજ આહુજા અને જૈન આહુજાએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી જેમાં ક્લોઝ 1.15ને પડકારવામાં આવ્યો હતો. તમામ ભાડૂતો સાથે તેમણે પરમાનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન એગ્રીમેન્ટ (પીએએએ) પર સહી કરી નહોવાનું જણાવીને પાલિકાએ સીસી આપવાનો ઈનકાર કર્યા બાદ આહુજાએ કોર્ટમાં ધા નાખી હતી.

અમારા મતે પાલિકા દ્વારા ડેલપરો પાસેથી સો ટકા ભાડૂતોની સંમતિનો અગ્રહ રાખવો અને તેના અભાવે સીસી અટકાવી રાખવું એ જોહુકમી છે, એમ કોર્ટે નોઁધ્યું હતું.

ક્લોઝની બંધારણીય યોગ્યતાને પડકારીને ડેવલપરોએ દલીલ કરી હતી કે હંમેશા રિડેવલપમેન્ટ માટે સો ટકા ભાડૂતોની સંમતિ મળે એ શક્ય બની શકે નહીં.આવી પૂર્વશરતને લીધે ગંભીર પરિણામો થઈ શકે છે જેમાં પ્રોજેક્ટ અટકી શકે છે.

પલિકાએ નિયમાવીલની તરફેણ કરીને જણાવ્યું હતું કે પાલિકાએ ભાડૂતોના હિતનો વિચાર કરવાની ફરજ છે.

જજોઅ ેભાર મૂક્યો હતો કે કાયદામાં એવું સ્પષ્ટ છે કે લઘુમતીનું હિત બહમતીના હિતના વિરોધમાં હોઈ શકે નહીં. એમ પણ તેમના કારણે પુનર્વિકાસનું કામ શરૃ કરવામા વિલંબમાં મૂકીને પ્રોજેક્ટનો ખર્ચ વધારી શકે નહીં અને બહુમતી રહેવાસીઓને ગંભીર પરિણામ પહોંચાડી શકે નહીં.

(9:37 pm IST)