Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સેન્સેક્સમાં ૭૪૦, નિફ્ટીમાં ૨૨૫ પોઈન્ટનો મોટો કડાકો

સપ્તાહમાં સતત બીજા સત્રમાં બજાર પટકાયું : મારુતિના શેરમાં સૌથી મોટો ઘટાડો, વૈશ્વિક સ્તરે નબળા વલણ, ડેરિવેટિવ્ઝ માર્કેટની સમાપ્તિને લીધે મોટો ઘટાડો

મુંબઈ, તા. ૨૫ : ઘરેલું શેરબજારો ગુરુવારે સતત બીજા સત્રમાં ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૪૦.૧૯ પોઈન્ટ એટલે કે .૫૧ ટકા તૂટીને ૪૮,૪૪૦.૧૨ પર બંધ રહ્યો છે. બીજી તરફ એનએસઈ નિફ્ટી ૨૨૪.૫૦ પોઇન્ટ એટલે કે .૫૪ ટકાના ઘટાડા સાથે ૧૪,૩૨૪.૯૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક, એફએમસીજી, ઓટો, ઇન્ફ્રા, આઇટી અને એનર્જી સૂચકાંકોમાં - ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટીવાયમાં આઇઓસી, મારૂતિ સુઝુકી, એચયુએલ, ભારતી એરટેલ અને કોલ ઈન્ડિયાના શેરમાં સૌથી મોટો બ્રેક જોવા મળ્યો. બીજી તરફ ટાટા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર ગ્રીન માર્ક સાથે બંધ થયા છે.

સેન્સેક્સમાં મારુતિના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ઉપરાંત ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીએસ, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, ટાઇટન, પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ, એચસીએલ ટેક, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા, ટીસીએસ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, આઇટીસી અને ઈન્ડસઇન્ડ બેક્ન લાલ નિશાન પર બંધ થયા છે.

બીજી તરફ, ડોક્ટર રેડ્ડીઝ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.

એલ.કે.પી. સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ. રંગનાથને જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે નબળા વલણ અને ડેરિવેટિવ્ઝ માર્કેટની સમાપ્તિને કારણે શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું, જ્યારે નાણાકીયસત્રમાં બપોરના સત્રમાં ટૂંકા ગાળા માટે થોડી ખરીદી જોવા મળી હતી.

ગુરુવારે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે સ્ટીલ કંપનીઓના શેરો કિંમતોમાં વધારાની અપેક્ષાએ વધ્યા હતા. રીતે કેટલીક ફાર્મા કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.

(7:33 pm IST)