Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

મેં કોરોના વેક્‍સિનનો પ્રથમ ડોઝ લીધો છેઃ સલમાન ખાને ટ્‍વિટ કરીને લોકોને પણ વેક્‍સિન લેવા અપીલ કરી

નવી દિલ્હીઃ બોલીવુડમાં સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વચ્ચે કોઈ બોલીવુડ સેલેબ્સ વેક્સિન લઈ રહ્યાં છે. આ વચ્ચે સમાચાર આવ્યા કે સલમાન ખાનએ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીદો છે. તેણે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

સલમાને કર્યુ ટ્વીટ

સલમાન ખાને ટ્વીટ કરી કહ્યુ, 'મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.' મહત્વનું છે કે સલમાન ખાનનો લીલાવતી હોસ્પિટલ જતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સલમાન હંમેશા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે કહેતો રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યો છે.

ઘણા સેલિબ્રિટી લગાવી રહ્યાં છે વેક્સિન

સલમાન ખાન પહેલા પણ ઘણા બોલીવુડ સેલેબ્સે કોરોનાની વેક્સિન લીધી છે. સંજય દત્તે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી માહિતી આપી કે તેણે પણ વેક્સિનનો ડોઝ લીધો છે. આ સિવાય ધર્મેન્દ્રએ પણ વેક્સિન લઈ લીધી છે.

આમિર ખાન થયો કોરોનાથી સંક્રમિત

આમિરના સ્પોક્સપર્સને જણાવ્યું કે મિસ્ટર આમિર ખાન કોવિડ 19 પોઝિટિવ થયા છે. તેઓ ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટિન છે અને તમામ પોટોકોલ્સનું પાલન કરી રહ્યા છે. તેઓ ઠીક છે. જે પણ તાજેતરમાં તેમના સંપર્કમાં આવ્યા હતાં તેઓએ પણ સુરક્ષા કારણોસર પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને તમામ રૂલ્સ ફોલો કરવા જોઈએ.

(4:50 pm IST)