Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

પોક્સો કોર્ટ દ્વારા આરૂષિ કેસમાં ત્રણ આરોપીને ફાંસીની સજા

બુલંદશહેરના બહુચર્ચિત આરૂષિ ગેંગરેપનો ચુકાદો : ૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આરૂષિનું અપહરણ કરાયું હતું અને ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી

નવી દિલ્હી, તા. ૨૪ : ઉત્તર પ્રદેશના બુલંદશહરના બહુચર્ચિત આરૂષિ ગેંગરેપ અને હત્યાકાંડ કેસમાં પોક્સો કોર્ટે ત્રણેય ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. ચાલતી કારમાં ગેંગરેપ અને હત્યાની આ ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને પોલીસના હોંશ પણ ઉડી ગયા હતા. ઘટનાના ૧૦ દિવસ બાદ પોલીસે સિકંદરાબાદ નિવાસી આરોપી ઈજરાઈલ, જુલ્ફિકાર અને દિલશાદની ધરપકડ કરીને તેમને જેલભેગા કર્યા હતા.

૨ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આરૂષિ ટ્યુશનથી ઘરે જઈ રહી હતી તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. બે વર્ષ ચાલેલી સુનાવણી બાદ આરૂષિને ન્યાય મળ્યો છે અને તેની માતાએ પોતે હેવાનોને ફાંસી પર લટકતા જોવા માંગે છે તેમ કહ્યું હતું.

એનએચ-૯૧ પર ચાલતી કારમાં ૧૬ વર્ષીય આરૂષિને વારંવાર દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી હતી અને ૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ દાદરી કોતવાલી ક્ષેત્રમાંથી તેનું શબ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં શબની ઓળખવિધિ થઈ હતી અને સગીરાના પરિવારજનોએ ૩ વિધર્મી યુવાનો વિરૂદ્ધ હત્યા, ગેંગરેપ મામલે ફરિયાદ નોંધાવી હતી.

(12:00 am IST)