Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સ્પેનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :છેલ્લા 24 કલાકમાં 738નાં મોત: દેશમાં 3434 મોત

સમગ્ર સ્પેનમાં 14મી માર્ચથી લોકડાઉન : રાજધાની મેડ્રિડમાં 1,825 લોકોનાં મોત : 14,587 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો

 

મેડ્રીડ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે વિશ્વની મહામારીને કારણે યૂરોપના સ્પેન દેશમાં 24 કલાકમાં 738 મોત થતા હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસે અત્યારસુધીમાં 3434 લોકોનાં જીવ લઈ લીધા છે. અગાઉ ચીનમાં અને ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે

  કોરોના વાયરસના કારણે ચીનમાં 3,281 લોકોનાં મોત થઈ ગયા છે. સ્પેનમાં Covid-19ના પ્રથમ કેસથી લઈને બુધવારે સ્થાનિક સમયે 5.58 વાગ્યા સુધીમાં કુલ 47,0610 પોઝિટિવ કેસ નોંધાયા છે

3 સ્પેનના સ્વાસ્થ્ય વિભાગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે દેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં મંગળવાર અને બુધવારમાં એક દિવસમાં 20 ટકાની હનૂમાન છલાંગ લાગી છે.

  સ્પેનમાં પણ ભારતની જેમ લોકડાઉન છે. સમગ્ર દેશમાં 14મી માર્ચથી રાષ્ટ્રીય લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉનના સંજોગોમાં પણ મોત અને પોઝિટિવ કેસનો આંકડો છલંગા લગાવી રહ્યો છે.

  દેશની રાજધાની મેડ્રિડમાં 14,587 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મેડ્રિડમાં 1,825 લોકોનાં મોત થયા છે. એક માત્ર મેડ્રિડમાં દેશના 53 ટકા સંક્રમિતો અને મૃતકો હોવાના લીધે હાહાકાર મચી ગયો છે.

 

(10:01 pm IST)