Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકો માટે કોરોના મોટી આપત્તિ છે, હું તેને મહાન સુધારક ગણું છું : બિલ ગેટસ

હું મજબુત રીતે વિશ્વાસ કરૂ છું કે દરેક બનતી ઘટના પાછળનો હેતુ આધ્યાત્મિક હોય છે પછી ભલે તે આપણને સારા અને ખરાબનો અનુભવ કરાવતી હોય

દુનિયાભરમાં મહામારી તરીકે કોરોના વાયરસે મ્હોં ફાડ્યુ છે ત્યારે ટેકનોક્રેટ અને મહાન વિચારક બિલ ગેટસ તેના વિષે શું વિચારે છે તે આપણે સમજીએ....

(૧) તે આપણને યાદ અપાવે છે કે આપણી સંસ્કૃતિ, ધર્મ, વ્યવસાય, નાણાકીય પરિસ્થિતિ અથવા આપણે કેટલા પ્રખ્યાત છીએ તેનું કોઇ મહત્વ નથી. આપણે બધા સમાન છીએ. આ રોગ આપણા બધા સાથે સમાન રીતે વર્તે છે, કદાચ આપણે પણ આવી જ રીતે વર્તે જોઇએ. જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો, ફકત ટોમ હેન્કસને પૂછો.

(૨) તે આપણને યાદ અપાવે છે કે આપણે બધા જોડાયેલા છીએ.  જે અસર  એક વ્યકિતને થાય છે તેની બીજા પર અસર પડે છે. તે આપણનેે યાદ અપાવે છે કે ખોટી સરહદો જે આપણે ઉભી કરી છી તેનું કોઇ મૂલ્ય નથી. કારણ કે આ વાયરસને પાસપોર્ટની જરૂર નથી. આ જગતમાં જેઓ જુલ્મી બની આખી જીંદગી દમન કરે છે તેમના ઉપર આ વાયરસ દમન કરી  યાદ અપાવે છે.

(૩) તે આપણું સ્વાસ્થ્ય કેટલું મૂલ્યવાન તે  આપણે યાદ અપાવે છે  રાસાયણિક દવાઓ અને મોટા મોટા સંશોધન થકી ઉત્પાદીત થયેલા ફૂૂડ ન્યુટ્રીઅન્ટ  બધા નકામા બની રહે છે.  સ્વાસ્થ્યની ઉપેક્ષા આપણેે કેવી રીતે કરી છે તે યાદ અપાવે છે.

(૪)  તે જીવન કેટલું દોહ્યલુ છે તેની યાદ અપાવે છે. જે એકબીજાને મદદ કરવા માટે છે, ખાસ કરીને વૃદ્ઘ કે માંદા. અમારો મતલબ ટોઇલેટ રોલ ખરીદી મદદ કરવાનો નથી.

(પ) તે આપણો સમાજ કેટલો ભૌતિકવાદી બન્યો છે તે યાદ અપાવે છે.  ખાસ કરીને મુશ્કેલીના સમયે જયારે  આપણને આવશ્યક છે તે  (ખોરાક, પાણી, દવા) કિંમત ચુકવવા છતાં કેટલા બીનજરૂરી છે તે સમજાવી જાય છે.

(૬) તે આપણું કુટુંબ અને ગૃહસ્થ જીવન કેટલું મહત્વપૂર્ણ છે અને આપણે આને કેટલું અવગણ્યું છે તે યાદ અપાવે છે. તે અમને પાછા અમારા ઘરોમાં ંફરવા દબાણ કરી રહ્યું છે. જેથી અમે તેને ફરીથી  મકાનમાંથી ઘર બનાવી શકીએ. અને અમારૂ કુટુંબ  મજબૂત કરી શકીએ.

(૭) તે આપણને યાદ અપાવે છે કે આપણે જે કરી રહ્યા છે તે સાચું કાર્ય નથી.

આપણું સાચું કાર્ય એકબીજાની દેખરેખ રાખવાનું, એકબીજાની સુરક્ષા કરવાનું છે અને એક બીજાને ઉપયોગી બનવાનું  છે.

(૮) તે અમને/આપણને અહમને તપાસતા રહેવાનું  યાદ અપાવે છે. તે આપણને યાદ અપાવે છે કે ભલે આપણે  ગમે તેટલા મહાન વિચારો ધરાવતા હોઇએ કે આપણે કોઇ મહાન ગણતા હોય તે મહત્વ નથી. વાયરસ આપણી દુનિયાને પળવારમાં રોકી શકે છે.

(૯) તે આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાની શકિત આપણા હાથમાં છે. તે આપણને  એકબીજાને સહકાર આપવા અને મદદ કરવાનું, વહેંચવા, આપવા, સહાય કરવા અને એકબીજાને ટેકો આપવાનું શીખવે છે નહી કે સ્વાર્થી બની આપણે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવાનું. 

(૧૦) તે આપણને યાદ અપાવે છે કે આપણે ધૈર્ય રાખી શકીએ છીએ, અથવા આપણે ગભરાઈ શકીએ છીએ. કાં તો આપણે એમ સમજી શકીએ કે આ પ્રકારની પરિસ્થિતિ ઇતિહાસમાં પહેલાં ઘણી વખત આવી છે અને પસાર થશે. અથવા આપણે ગભરાઈને તેને વિશ્વના અંત તરીકે જોઈ શકીએ છીએ.પરિણામે, પોતાને સારા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકીએ છીએ.

(૧૧) તે આપણન યાદ અપાવે છે કે આ તો કાં અંત છે અથવા નવી શરૂઆત હોય શકે.  આ પ્રતિબિંબ અને સમજણનો સમય હોઈ શકે છે, જયાં આપણે આપણી ભૂલોમાંથી શીખી શકીએ છીએ, અથવા તે એવું ચક્ર હોય શકે જેમાંથી આપણે કયારેય કશું શીખતા નથી.

(૧૨) તે આપણને યાદ અપાવે છે કે આ પૃથ્વી બીમાર છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે જંગલોના કાપવાના દરને તાત્કાલિક જોવાની જરૂર છે તેટલી જલ્દીથી આપણે શૌચાલયના રોલ્સ છાજલીઓમાંથી ગાયબ થઈ રહ્યા છે તેની ગતિને જોઈએ છીએ. આપણું  ઘર બીમાર હોવાથી આપણે બીમાર છીએ.

(૧૩) તે આપણને યાદ અપાવે છે કે દરેક મુશ્કેલી પછી, હંમેશાં સરળતા હોય છે. જીવન ચક્રીય છે, અને આ મહાન ચક્રનો માત્ર એક તબક્કો છે. આપણે ગભરાવાની જરૂર નથી; આ પણ ચાલ્યું જશે.

(૧૪) જયારે ઘણાં કોરોના / કોવિડ -૧૯ વાયરસને એક મોટી આપત્ત્િ। તરીકે જુએ છે, હું તેને મહાન સુધારક તરીકે જોવાનું પસંદ કરું છું. તે  ભૂલી ગયેલા  મહત્વપૂર્ણ પાઠોની યાદ અપાવવા માટે મોકલવામાં આવ્યો છે.

(4:12 pm IST)
  • રાજકોટમાં વાદળછાયુ વાતાવરણઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે : આજથી શુક્રવાર સુધી કોઈ - કોઈ સ્થળોએ માવઠાની સંભાવના છે access_time 11:54 am IST

  • દિલ્હીમાં 72 લાખ લોકોને કરિયાણુ મફતમાં મળશે :દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ અંગે કેન્દ્ર અને તમામ રાજ્યની સરકરા પગલા લઇ રહી છે. હવે દિલ્હી સરકરે રાશન યોજનામાં મફતમાં રાશન આપવાની જાહેરાત કરી છે. નવા નિયમ આજથી જ લાગુ થઇ જશે. access_time 12:53 pm IST

  • સતત પ્રક્રિયાવાળી ઈન્ડસ્ટ્રીઝ માટે સરકારે છૂટછાટ જાહેર કરી : કલેકટરને સત્તા આપી : કન્ટીન્યુઅસ પ્રોસેસવાળી ઈન્ડસ્ટ્રીઝ (સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગો) કે જેમાં ભઠ્ઠી બંધ ન થઈ શકે તેમને છુટછાટ આપતુ જાહેરનામુ ગુજરાત સરકારે બહાર પાડેલ છે : કલમ ૮ નીચે મંજૂરી - સર્ટીફીકેટ આપવાની સત્તા જે તે કલેકટરોને આપવામાં આવી છે : જેથી આ ઉદ્યોગો બંધ ન પડે access_time 4:39 pm IST