Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન અને કર્ફયુમાં શું અંતર છે ?

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દરરોજ વધતો જ જઈ રહ્યો છે. કેટલાક રાજયોએ

દેશના તમામ જિલ્લાઓને પણ લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યાંદિલ્હી- પંજાબ સરકારે કર્ફયુ લગાવી દીધું છે. અંતે લોકડાઉનનો શું અર્થ હોય છે અને આ કર્ફયુથી કેટલું અલગ હોય. કર્ફયુ અને લોકડાઉન વચ્ચેનું અંતર શું છે.

કર્ફયુનો અર્થ : જયારે કોઈ પણ વિસ્તારમાં કર્ફયુ લગાવવામાં આવે છે તો એક સમયસીમા સુધી માટે ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવે છે. તંત્ર ઈમરજન્સી સ્થિતિઓમાં જ કર્ફયુ લગાવે છે. કર્ફયુમાં લોકોને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના ઘરની બહાર રસ્તા પર નીકળે નહીં. કર્ફયુ દરમ્યાન સ્કૂલ, કોલેજો બજાર બધું બંધ રહે છે. તેનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ પણ થઈ શકે છે અને દંડ પણ ફટકારી શકાય છે.

શું હોય છે લોકડાઉન ? : લોકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા હોય છે. લોકોને જુદા-જુદા રાખવા માટે તેને લગાવવામાં આવે છે. લોકડાઉનના સમયે લોકોને કોઈ ઈમારત અથવા વિસ્તારમાં રહેવાના નિર્દેશ આપવામાં આવે છે અને ત્યાંથી નીકળવાથી ઈન્કાર કરવામાં આવે છે. જરૂરી વસ્તુઓ માટે જ બહાર નીકળવાની પરવાનગી હોય છે.

(3:28 pm IST)