Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગુજરાતમાં કોરોનાના વધુ ૫ કેસ : કુલ ૩૮

કોરોન્ટાઇલના ભંગની ૧૪૭ ફરિયાદો : ઇમરજન્સી વખતે ૧૦૪ અથવા ૧૦૮માં ફોન કરો

ગાંધીનગર તા. ૨૫ : આજે સચિવાલય ખાતે આરોગ્ય વિભાગ અગ્રસચિવ જયંત રવિએ જણાવ્યું કે, હાઇપાવર કમિટિની દરરોજ બેઠક મળશે અને દિવસ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ૫ પોઝીટીવ કેસના ઉમેરા સાથે કોરોનાના કુલ ૩૮ દર્દીઓ થયા છે.

ગઇકાલે મોડી સાંજે મળેલ બેઠકમાં 'મુખ્યમંત્રી કોરોના' ફંડ ઉભો કરવાની મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગઇકાલે વડાપ્રધાને ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાતના પગલે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવ સાથે  વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

આ ઉપરાંત મેડિકલ સેવાઓ યોગ્ય મળી રહે છે. આજે સવાર સુધીમાં કુલ ૩૮ પોઝીટીવ કેસ થયા છે. જેમાં અમદાવાદના ૧૪, સુરતમાં ૭, રાજકોટમાં ૩, ગાંધીનગર ૬, વડોદરા ૭ અને કચ્છના ૧ કેસનો સમાવેશ થાય છે.

કોરોન્ટાઇલના ભંગ બાબતે ૧૪૭ સામે ફરીયાદ કરવામાં આવી છે. ગુજરાતમાં ૧,૭૬,૨૧૨ ની સર્વેની કામગીરી કરવામાં આવી છે. ૧૦૪ નંબર પર ૨૦,૦૦૦થી વધુ કોલ આવ્યા છે. માહિતી મળતાની સાથે સારવાર આપવામાં આવી રહી છે. ૧૦૪ ઉપરાંત ઇમરજન્સી જણાય તો ૧૦૮નો ઉપયોગ કરવામાં આવશે.

(3:23 pm IST)