Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કેન્દ્રમા સત્તારૂઢ NDAને એક મહીનામા બીજો ફટકો - જીજેએમ પછી ટીડીપીએ પણ NDAને રામરામ કર્યા

      નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તારૂઢ NDAને એક મહિનામાં બીજો મોટો ફટકો પડયો છે જીજેએમ પછી ટીડીપીઅે પણ  NDAને પણ રામરામ કર્યા. તેણે ભાજપ પર વાયદા આપી ફરી જવાનો આરોપ મૂક્યો હતો.

જીજેએમના નેતા એલ. એમ. લામાએ શનિવારે એનડીએ છોડવાની જાહેરાત કરતા કહ્યું કે, તેમની પાર્ટીનો ભાજપ અને એનડીએ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. તેમણે ગોરખા લોકોને છેતર્યાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જીજેએમે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષના નિવેદનથી નારાજ થઈને એનડીએ છોડવાનો નિર્ણય કર્યો છે. લામાએ કહ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે ગોરખા લોકોનું જે સપનું છે, તે અમારું સપનું છે.’ જોકે દિલીપ ઘોષના નિવેદને વડાપ્રધાનના નિવેદન અને ભાજપની નિયત પરથી પરદો ઉઠાવી લીધો છે. દિલીપ ઘોષે હાલમાં કહ્યું હતું કે, ગોરખા જનમુક્તિ મોરચાનું ભાજપ સાથે માત્ર ચૂંટણી ગઠબંધન છે. સિવાય પાર્ટી તરફથી કોઈ પણ રાજકીય મુદ્દા પર કોઈ સમાધાન થયું નથી. લામાના મુજબ, દિલીપ ઘોષના નિવેદનથી ગોરખા સમુદાય પોતાને છેતરાયાની લાગણી અનુભવી રહ્યો છે. ભાજપના લોકો ગોરખાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી.

લામાએ કહ્યું છે કે, ‘અમે ગઠબંધન ધર્મ નિભાવતા પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ સંસદીય બેઠક બે વાર ભાજપને ભેટમાં આપી હતી. વર્ષ 2009માં અહીંથી ભાજપના જસવંત સિંહ અને વર્ષ 2014માં એસ. એસ. આહલુવાલિયાએ વિજય મેળવ્યો હતો. દાર્જિલિંગ બેઠક પર ભાજપ ઉમેદવારને જિતાડ્યા બાદ અમને આશા હતી કે ગોરખાઓની સમસ્યાઓ ઉકેલવામાં ભાજપ મદદ કરશે, પરંતુ ભાજપે આવું કરીને વારંવાર દગો આપ્યો.

(12:52 am IST)