Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પબજી રમતા પરીણિતા બીજા ધોરણના છોકરાના પ્રેમમાં પડી

ઓનલાઈન ગેમિંગથી પ્રેમનો વિચિત્ર કિસ્સો : પબજી દરમિયાન પ્રેમમાં પડેલી હિમાચલ પ્રદેશની મહિલા વારાણસીમાં પ્રેમિને મળવા પહોંચી ત્યારે તે બાળક નિકળ્યો

સિમલા, તા. ૨૫ : ફેસબુક, ઈમેઈલ અને વોટ્સએપ પર મિત્રતા અને પ્રેમના ઘણા કિસ્સાઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ હવે પ્રેમ સ્ટોરી પબજી ગેમ રમતા રમતા પણ સામે આવવા લાગી છે. હિમાચલના કાંગડા જિલ્લામાં એક પ્રેમનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. કાંગડા જિલ્લાની એક પરિણીત મહિલા પબજી ગેમ રમતા-રમતા વારાણસીના એક યુવકના પ્રેમમાં પડી ગઈ.મહિલાની ઉંમર લગભગ ૨૬ વર્ષની છે અને તે પરિણીત છે. મહિલાને પબજી ગેમ રમવાનો ખૂબ શોખ હતો. તે વારાણસીના એક યુવક સાથે ઘણીવાર પબજી ગેમ રમતી હતી. પબજી ગેમ રમતા રમતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. મહિલાને લાગ્યું કે યુવક પણ પરિણીત છે.

બંને વચ્ચેનો પ્રેમ એટલી હદ સુધી પહોંચી ગયો કે બંનેએ એકબીજાને મળવાનો પ્લાન બનાવી લીધો. યુવકે કાંગડા સુધી પહોંચવામાં અસમર્થતા વ્યક્ત કરી. એવામાં મહિલાએ યુવકને મળીને તેની સાથે જીવન પસાર કરવાનું નક્કી કરી લીધું. બાદ મહિલા યુવકને મળવા માટે પોતાના ઘરેથી અચાનક એક દિવસે ભાગી ગઈ. મહિલા ગમે તેમ કરીને વારાણસી પહોંચી ગઈ. બાદ તે પબજી ગેમ રમનારા પોતાના પ્રેમને વારાણસીમાં મળી.

મહિલા જ્યારે યુવકને મળી તો તે તેને જોઈને ચોંકી ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે મહિલાએ યુવક સાથે વાત કરી ત્યારે તે બીજા ધોરણમાં ભણતો છોકરો નીકળ્યો. જોવામાં પણ તે ખૂબ નાનો લાગી રહ્યો હતો. પબજીના પ્રેમને મળ્યા બાદ મહિલાનુ દિલ તૂટી ગયું. બાદ મહિલા માથા પર હાથ મૂકીને ત્યાં બેસી ગઈ. જે પ્રેમ માટે તેણે પતિનું ઘર છોડી દીધું અને આખી જિંદગી સાથે રહેવા માટે વારાણસી સુધી પહોંચી ગઈ તે હવે અસંભવ લાગી રહ્યું હતું. મહિલાએ વારાણસીથી પોતાના પરિવારજનોને ફોન કર્યો. મહિલાએ તેમને પાસેથી ત્યાં આવીને લઈ જવા મદદ માગી. પરંતુ તેમણે મદદ કરવાની જગ્યાએ નજીકના પોલીસ સ્ટેશનમાં મહિલાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી દીધી. જે બાદ પોલીસે મહિલાનો સંપર્ક કર્યો ને મહિલા પોલીસે તેને પરિજનોને સોંપી દીધી. મહિલાની પ્રાઈવસી છુપાવવા માટે પોલીસ મામલે કંઈ વધારે કહેવા નથી ઈચ્છતી. જોકે મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે.

(7:41 pm IST)
  • રાજકોટ નજીક આવેલ ગોડલ ખાતેના સુપ્રસિદ્ધ માંડળ કુંડલા ગામે માતાજીના મંદિરમાં મોટી ચોરી થયાનું ભાવેશ ભોજાણી જણાવે છે : તસ્કરોએ માતાજીના આભૂષણો - છત્તર સહિત બધુ જ સાફ કરી નાખ્યાનું બહાર આવ્યુ છે : વિગતો મેળવાઈ રહી છે access_time 10:23 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST