Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમેરિકાએ કર્યો ખુલાસો : રસી સુરક્ષિત અને પ્રભાવી

વાહે ભૈ વાહ.. જોન્સન એન્ડ જોન્સનનો ધમાકોઃ માત્ર એક જ ડોઝ બચાવશે કોરોના વાયરસથી

ન્યુયોર્ક,તા. ૨૫: અમેરિકન નિયામક સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિન્સ્ટ્રેશન (એફડીએ)ને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે જોન્સન એન્ડ જોન્સન કંપનીની કોરોનાની રસી સુરક્ષિત અને પ્રભાવી છે.

આ સાથે જ અમેરિકામાં કોરોનાની ત્રીજી રસીને મંજૂરી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

જોન્સન એન્ડ જોન્સનની રસી ફાઇઝર અને મોર્ડર્ના રસીની માફક જ સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, કેમ કે આ રસીને ફ્રિઝરની જગ્યાએ સામાન્ય રેફ્રિજરેટરમાં રાખી શકાય છે.

આ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે, જયારે ફાઇઝર અને મોર્ડર્નાની રસીના બે ડોઝ આપવા પડે છે.

જોન્સન એન્ડ જોન્સને પોતાનાં પરિક્ષણોનાં પરિણામો ગત મહિને જાહેર કર્યાં હતાં. એફડીએના મતે રસીનાં પરીક્ષણો અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં હાથ ધરાયાં હતાં. આંકડા અનુસાર કોરોના મહામારી વિરુદ્ઘ આ રસી ૮૫ ટકા અસરકારક જણાઈ હતી.

શુક્રવારે વિશેષજ્ઞોની એક ટીમ એ વાત પર નિર્ણય કરશે કે એફડીએ આ રસીને મંજૂરી આપવી જોઈએ કે નહીં.

વ્હાઇટ હાઉસના અધિકારીઓ અનુસાર જો એફડીએ આ રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપી દે છે તો આગામી સપ્તાહ સુધી રસીના ૩૦ લાખ ડોઝ મળી જશે.

કંપનીના જણાવ્યા અનુસાર માર્ચના અંત સુધીમાં તે બે કરોડ ડોઝ સપ્લાય કરશે. કંપનીએ અમેરિકાને જૂનના અંત સુધીમાં ૧૦ કરોડ ડોઝ સપ્લાય કરવાનો કરાર કર્યો છે.

અમેરિકામાં અત્યાર સુધી છ કરોડ ૫૦ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અહીં દરરોજ લગભગ ૧૩ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.

(11:01 am IST)
  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST