Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું' સત્ય કેવું ખૂબીથી સામે આવ્યું'

ક્રિકેટના સ્ટેડિયમના નામ પર નિશાન સાધતા 'હમ દો હમારે દો' નો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી : ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. હવે આ અંગે વિવાદ શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં ક્રિકેટના સ્ટેડિયમના નામ પર નિશાન સાધતા 'હમ દો હમારે દો' નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાહુલગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાનના નામ પરથી સ્ટેડિયમનું નામકરણ થયા બાદ આ સત્ય બહાર આવી ગયું છે, બંને છેડે કોર્પોરેટ ગૃહોના નામ અને ગૃહ પ્રધાન અમિત શાહનો પુત્ર ક્રિકેટ વહીવટમાં જોડાયો જેના કારણે સત્ય સરસ રીતે બહાર આવ્યું છે.

રાહુલ ગાંધીએ 'હમ દો હમારે દો'ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું છે અને જણાવ્યું છે 'કેવી રીતે સત્ય બહાર આવે છે' . નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બંને છેડે કોર્પોરેટ ગૃહો અદાણી , રિલાયન્સ , જય શાહને ક્રિકેટના અધ્યક્ષ બનાવ્યા. 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી ગુજરાતના ક્રિકેટ સ્ટેડિયમના નામના વિવાદ વચ્ચે સરકારે બુધવારે કહ્યું હતું કે નામ બદલવામાં ફક્ત મોટેરા સ્ટેડિયમનો સમાવેશ થાય છે અને સમગ્ર સ્પોર્ટસ સંકુલ હજી પણ સરદાર પટેલના નામ પર છે.

(10:02 am IST)