Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પુદુચેરીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન :કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી

ભાજપ અને તેના સહયોગી દળોએ રાજ્યમાં સરકાર બનાવવાનો ઈનકાર કર્યો: એપ્રિલ- મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે

નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરીમાં કૉંગ્રેસ-ડીએમક ગઠબંધનવાળી સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાન લાગુ કરવાની ભલામણ કરી છે. રાજ્યમાં સરકાર પડી ગયા બાદ ઉપરાજ્યપાલ તમિલિસાઈ સાઉન્ડરાજને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ અને તેના સહયોગી દળોએ રાજ્યમાં સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે. પુદુચેરીમાં એપ્રિલ- મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે, પુદુચેરીમાં સત્તારુઢ દળના કેટલાક ધારાસભ્યોની પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામીની સરકારે રાજીનામુ આપી દીધું હતું. જાવડેકરે કહ્યું કે, મુખ્યમંત્રીના રાજીનામા બાદ કોઈ પણ પાર્ટીએ સરકાર રચવાનો દાવો રજુ કર્યો નથી. તેના બાદ ઉપરાજ્યપાલે પુડુચેરીમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવામાં આવી. જાવડેકરે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રિમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેના બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વિધાનસભા ભંગ થશે.

અત્રે પુદુચેરીમાં વિધાનસભાની કુલ 33 સીટો છે. તેમાંથી ત્રણ સભ્ય મનોનીત હોય છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય અને સહયોગી ડીએમકેના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે એક ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યો હતો. એવામાં હવે વિધાનસભાના સભ્યની સંખ્યા ઘટીને 26 રન થઈ ગઈ છે. આ સ્થિતિમાં અલ્પમકમાં આવેલી નારાયણસામીની સરકારને 14 ધારાસ્યોનું સમર્થન જોઈએ, પરંતુ સરકાર બહુમત સાબિત કરી શકી નહીં અને સરકાર પડી ગઈ.

(12:00 am IST)