Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મહાસમાગમમાં મોહન ભગવતજીએ કહ્યું ,દેશની દરેક જાતિઓ અને ભાષા બોલનાર લોકોનો ધર્મ એક જ છે

આપણે ત્યાં "વસુધૈવ કુટુમ્બકમ"નાં મંત્ર પર લોકો ચાલે છે : અમે હિંદુ કટ્ટર હશું તો વધારેમાં વધારે વિવિધતાઓને સમાહિત કરીશું.

મેરઠ :ઐતિહાસિક મહાસમાગમમાં મોહન ભાગવતજીએ કહ્યું,"દેશની દરેક જાતિઓ અને ભાષા બોલનારાઓનો નો એક જ ધર્મ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ઇતિહાસનો સૌથી મોટો સ્વયંસેવક સમાગમ રવિવાર સવારનાં રોજ મેરઠમાંથી શરૂ થયો છે જેમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતજીએ કહ્યું કે સૃષ્ટિનાં રંગ અલગ-અલગ છે પરંતુ રૂપ એક જ છે. તેઓએ જણાવ્યું કે અમે "વસુધૈવ કુટુમ્બકમ"નો મંત્ર લઇને ચાલનારા લોકો છીએ.

  સંઘના વડા મોહન ભગવતજીએ કહ્યું હતું કે કટ્ટર હિંદુત્વ મતલબ કટ્ટર સત્ય અને ધાર્મિક વ્યક્તિ.અમે એવી જ માનવીયતાને ધર્મ કહ્યો છે કે જેમાં ધનવાન વ્યક્તિ પોતાનાં ધનનો ઉપયોગ દુર્બલો માટે કરે. આપણાં દેશની દરેક જાતિઓ અને હજારો ભાષા બોલનાર લોકોનો ધર્મ એક જ છે પૂરી દુનિયાને સમય સમય પર ધર્મ આપનારો આપણો આ દેશ છે અમે હિંદુ છીએ એટલે અમે એક છીએ. દુનિયા માને છે કે એક થવા માટે એક થવું જરૂરી છે. 

     ભાવગતજીએ કહ્યું હતું કે આપણો દેશ એક છે કેમ કે આપણે ત્યાં "વસુધૈવ કુટુમ્બકમ"નાં મંત્ર પર લોકો ચાલે છે.જો અમે હિંદુ કટ્ટર હશું તો અધિક એટલે કે વધારેમાં વધારે વિધતાઓને સમાહિત કરીશું. આપણા ઝઘડાઓની આગ પર તો પૂરી દુનિયા રોટી શેકે છે એમ કહીએ તો પણ ચાલે.ભારતીય માતાને પોતાની માતા માનનાર હિંદુ હોય છે. આપણાં દેશમાં હિંદુ લોકો છે પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ હિંદુ છે. 

   સ્વયંસેવકોમાં 1 લાખ 70 હજારથી વધારે લોકો સેવા કાર્ય કરી રહ્યાં છે જ્યારે પણ દેશ ઉપર સંકટ આવે છે ત્યારે સ્વયંસેવકો જ પહોંચી જાય છે અને પ્રાણની ચિંતા કર્યા વગર જ રાષ્ટ્ર માટે પોતાનું જીવન દાવ પર લગાવી દે છે. કાર્યક્રમ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે નથી કરતા કેમ કે શક્તિ તો હોય છે. તેને દેખાડવાની કોઇ જ જરૂર નથી હોતી.સંપૂર્ણ સમાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડવું પડશે ત્યારે જ સમાજનો ઉદ્ધાર થશે.

   રાષ્ટ્રોદયનું સ્ટેજ 182 ફીટ પહોળું અને 35 ફીટ ઊંચું બનાવવામાં આવેલ છે. આ સ્ટેજનું બૈક ડ્રોપ 92 ફીટ ઊંચું છે. સ્ટેજ પર જવા માટે લિફ્ટ અને સીડીઓ પણ બનાવવામાં આવી છે. 35 ફીટ ઊંચા મંચથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સ્વયં સેવકોને સંબોધિત કર્યાં.ત્યાં બીજી બાજુ મંચની આગળની બાજુએ 35 ફીટ ઊંચો અને અંદાજે 125 ફીટ લાંબા ચાર ઘોડાની આકૃતિવાળો રથ પણ લગાવવામાં આવેલ છે. સ્ટેજની પાછળ 92 ફીટનું બૈક ડ્રોપ સૂર્યોદયની આકૃતિવાળું છે. આ વિશાળ આયોજનમાં અત્યાર સુધી 3 લાખ 13 હજાર, 393 લોકોએ પંજીકરણ કરાવ્યું હતું.

(8:26 pm IST)