Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ આઈપીઓ કાલે ઇશ્યુ કરાશે

૪૬૨ કરોડ રૂપિયા સાથે મેદાનમાં ઉતરશે : એન્કર ઇન્વેસ્ટર પાસેથી ૧૩૮ કરોડ ઉભા કરાઈ ચુક્યા

નવીદિલ્હી, તા. ૨૫ : જોધપુર સ્થિત એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્ર્ક્શન સાથે જોડાયેલી કંપની એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ આવતીકાલે સોમવારના દિવસે આઈપીઓ સાથે બજારમાં આવનાર છે. આવતીકાલે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ૪૬૨ કરોડ રૂપિયાના આઈપીઓ સાથે મેદાનમાં ઉતરનાર છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટરોપાસેથી ૧૩૮ કરોડથી વધુની રકમ મેળવી લીધી છે. આઈપીઓમાં ૩૦૦ કરોડ રૂપિયા સુધીના શેરના ઇશ્યુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્તમાન શેર ધારકો પાસેથી ૬૦ લાખના શેર સુધી વેચાણ માટેની ઓફર પણ કરવામાં આવનાર છે. આ ઇશ્યુ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે બંધ થશે. પ્રતિશેર ૨૬૩-૨૭૦ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. કારોબારીઓ માની રહ્યા છે કે, એચજી ઇન્ફ્રાના આઈપીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી શકે છે. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપની હોવાના પરિણામ સ્વરુપે મોટો ફાયદો થઇ શકે છે. જંગી નાણા એકત્રિત કરીને કારોબારને વધુ વિસ્તૃતરીતે ફેલાવવાની યોજના પણ તેની રહેલી છે. આઈપીઓ સવારે ખુલ્યા બાદ પડાપડી રહેશે.

(7:42 pm IST)