Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ઈડીએ લાલુ યાદવની પુત્રી મીસા ભારતીનુ ફોર્મહાઉસ સિઝ કર્યું: મની લોન્ડ્રીગ કેસ મામલે કાર્યવાહી

નવી દિલ્હી : મની લોન્ડ્રીગ કેસ મામલે ઈડીએ આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી વિરૂદ્ધ કાર્યવાહી કરતા મીસા ભારતીનુ ફોર્મહાઉસ સિઝ કર્યું છે. ઈડીએ આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરી છે
   ઈડીની કાર્યવાહીથી મીસા ભારતીને મોટો ઝટકો લાગ્યો છે. ઈડી મીસા ભારતી વિરૂદ્ધ મની લોન્ડ્રીગ મામલે તપાસ કરી રહી છે. મીસા બાદ તેમના પતિ શૈલેષની પણ ઈડી સમન પાઠવી પૂછપરછ કરી છે. અગાઉ આઠ ફેબ્રુઆરીના રોજ મીસા અને તેના પતિ શૈલેષને ઈડીને સમન મોકલયું હતું. દિલ્હીની પટિયાલા કોર્ટે આ મામલે  મીસા અને શૈલેષની કપનીને નોટિસ ફટકારી છે. ત્યારે આ મામલે આગામી સુનાવણી પાંચ માર્ચના રોજ થવાની છે.

(6:50 pm IST)