Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લ્‍યો હવે નિરવ કેરેબિયન ટાપુ સેંટકિટસની નાગરિકા લેવા આતુરઃ ત્‍યાં અેક બંગલો પણ ખરીદી લીધો : ભારત માટે પ્રત્‍યાર્પણ મુશ્‍કેલ બનશે

નવી દિલ્‍હી :   અમારા સહયોગી અમદાવાદ મિરરના રીપોર્ટરને નામ ન આપવાની શરતે મુંબઈ અને સુરતના ડાઇમન્ડ ટ્રેડિંગ બિઝનેસ સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકલાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, ’48 વર્ષીય નીરવ મોદી અને તેનો પરિવાર કેરેબિયન ટાપુ સેંટ.કિટ્સની નાગરીક્તા લેવાના પ્રયાસમાં છે. હાલ તેની અમેરિકન સિટિઝન પત્ની એમી અને બાળકો સેંટ. કિટ્સમાં હાજર જ છે અને તેઓએ અહીં વિલા પણ ખરીદ્યો છે જેના કારણે સિટિઝનશિપની કાર્યવાહી ઝડપી બનશે.

સેંટ કિટ્સ પૂર્વ કેરેબિયન ટાપુ છે. જેની વસ્તી 50000 જેટલી છે. જે મોદી માટે બેસ્ટ છૂપાવાનું સ્થળ બની શકે છે. કોમનવેલ્થ સભ્ય અને ભારત સાથે મિત્રતા હોવા છતા આ દેશની ભારત સાથે કોઈ પ્રત્યાર્પણ સંધી નથી જેથી જો નીરવ મોદી જો આ દેશનો નાગરિક બની જાય છે તો તેનું પ્રત્યાર્પણ અઘરું બનશે.

સેન્ટ કિટ્સ એન્ડ નવિસ સરકારની વેબસાઇટ મુજબ અહીં સુગર ઇન્ડસ્ટ્રીમાં 1.6 કરોડનું રોકાણ કરનાર, અથવા દેશના આર્થિક વિકાસ માટે અહીના પબ્લિક ચેરિટી ફંડમાં રોકાણ કરનાર અથવાર પ્રી અપ્રુવ્ડ રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં 2.8 કરોડનું રોકાણ કરનાર વ્યક્તિને સિટિઝનશિપ આપવામાં આવે છે. જોકે કોઈપણ ભારતીય સેન્ટ કિટ્સ અને નવિસની 30 દિવસ સુધી ટુરિસ્ટ વિઝા વગર પણ મુલાકાત લઈ શકે છે.

જ્યારે ડાઇમન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકાળાયેલ વધુ એક વ્યક્તિએ કહ્યું કે, ‘જ્યારે ભારત સરકારે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે ત્યારે નીરવ સિંગાપોર અથવા હોંગકોંગ ખાતે તેનું ટ્રેડિંગ યુનિટ સ્થાપી શકે છે. તેમણે કહ્યું કે, આવું કરીને નીરવ મોદી આસાનીથી ભારતીય સત્તાવાળાઓના હાથમાંથી છટકી જઈ શકે છે. કેમ કે તે ખૂબ જ જલ્દી સેંટ કિટ્સનો નાગરીક બની જશે.

(4:46 pm IST)