Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મેઘાલયનો મોસ્‍ટ વોન્‍ટેડ આંતકીને ગોરોહિલ વિસ્‍તારના સુરક્ષા દળોઅે અેન્‍કાઉન્‍ટરમાં ઠાર માર્યો : અેન.સી.પી.ના ઉમેદવારની હત્‍યાની શંકા હતી : સરકારે તેમના માથા માટે રૂ. ૧૦ લાખનું ઇનામ રાખેલ

શિકાગોઃ મેઘાલયના અેક વોન્ટેડ કુખ્યાત આંતકીને સુરક્ષા દળોઅે ઠાર મારતા ગુન્હેગારોમાં શોપો પડી ગયો છે.

મેઘાલયના મોસ્ટ વોન્ટેડ આતંકી અને પ્રતિબંધિત ગારો નેશનલ લિબરેશન આર્મીના બની બેઠેલા વડાને આજે ઇસ્ટ ગારો હિલ વિસ્તારમાં  સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ૧૮ ફેબ્રુઆરીએ ગારો જિલ્લામાં એનસીપીના ઉમેદવાર જોનાથન એન. સંગ્માની હત્યા કરવાનો જેની પર શંકા હતી અને જેના માથે રૃપિયા દસ લાખનું ઇનામ હતું તે સોહન ડી.શિરા આઇઇડીના હુમલામાં માર્યો ગયો હતો. 

સંગ્માના મૃત્ય પછી જ્યાં ચૂંટણીઓ યોજાવવાની છે તે દક્ષિણ અને પૂર્વ ગારો જિલ્લામાં આતંકવાદ વિરોધ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દોબુ વિસ્તારમાં આર્મીના કેટલાક સશ્ત્ર આતંકીઓની સંભવિત હિલચાલની બાતમી મળતાં આતંકવાદ વિરોધી દળને  ઓપરેશનમાં ઉતારવામાં આવ્યા હતા, એમ આ કામગીરીમાં સામેલ થયેલા એક અધિકારીએ કહ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે દોબુ પાસે અચાકપેક ગામમાં આશરે ૧૧ વાગેએન્કાઉન્ટર શરૃ થયું હતું જેમાં સોહન માર્યો ગયો હતો. ઇસ્ટ ગારો હિલ્સના નાયબ કમિશનર રામ કુમારે કહ્યું હતું કે  માર્યા ગયેલા આતંકીમું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને જરૃરી તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી.

(3:19 pm IST)