Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

આસામની પાંચ વર્ષની બાળકી વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સમ્માનિત

ધૃતિશ્મન ચક્રવર્તી નામની બાળકી અડધો ડર્ઝનથી પણ વધારે ભાષાઓમાં ગાઈ શકે છે :ઈનામની રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર

નવી દિલ્હી :ધૃતિશ્મન ચક્રવર્તી જે કરે છે તેવું કરવું અન્ય કોઈ બાળકોનો ખેલ નથી. અસલમાં મોટાભાગના પુખ્ત વયના લોકોને પણ પડકારજનક લાગશે. આસામના નઝીરા શહેરમાં ઓએનજીસી કોલોનીની પાંચ વર્ષની બાળકી અડધો ડર્ઝનથી પણ વધારે ભાષાઓમાં ગાઈ શકે છે અને હવે તેને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સમ્માનિત કરવામાં આવી છે.

શિવ સાગર જિલ્લાના ડેપ્યુટી કમિશનરની કચેરીમાં સોમવારે એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ડીસી મેઘ નિધિ ડહલ, ધૃતિશ્મનના માતા-પિતા દેવજીત અને સોનમ ચક્રવર્તી પણ હાજર હતા. બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા બાળકને ઈનામ આપવામાં આવ્યું હતું અને ઈનામની રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પીએમઆરબીપી 2022ના વિજેતાઓ સાથે વસ્તુત: વાતચીત કરી અને તેમને ડિજિટલ રૂપે પ્રમાણપત્ર પ્રદાન કર્યા. આ આયોજન દેશમાં કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. 14 છોકરીઓ સહીત કુલ 29 બાળકોને 6 ક્ષેત્રો – નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિજેતાને 1,00,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું

ઈન્ચિયા બુક ઓફ રેકોર્ડસ પ્રમાણે 3 વર્ષની ઉંમરમાં ધૃતિશ્મન “સૌથી નાની ઉંમરની બહુભાષી ગાયક બની ગઈ છે.” તે સ્પષ્ટ રૂપે અસમિયા, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, કન્નડ, સંસ્કૃત, સિંહલી, વગેરે ભાષાઓમાં ગાઈ શકે છે. તેને ડ્રમ અને ગિટાર વગાડવાનું પણ પસંદ છે.

5 વર્ષની ઉંમરમાં તેમણે 7-8 ભાષાઓમાં 70થી વધારે ગીત રેકોર્ડ કર્યા છે. જેમાંથી કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયા છે. સાથે જ ફેસબુક પર તેમના લગભગ 13,100 અને યુટ્યુબ પર 4,200 ફોલોઅર્સ છે.

તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે કોલકાતાના રવિન્દ્ર તીર્થમાં આયોજિત એક લાઈવ શોમાં પુરસ્કાર મેળવ્યો હતો અને શંકર મહાદેવન અકાદમી દ્વારા આયોજિત એક અનલાઈન પ્રતિયોગિતામાં પણ વિજયી થઈ હતી.

(9:08 pm IST)