Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર

કોરોનાની ત્રીજી લહેરનો કોહરામ! શહેર કરતા ગામડાઓમાં વધ્યુ સંક્રમણ

શહેર કરતા ગામડાઓમાં વધ્યા કેસઃ મેટ્રોપોલિટન શહેરોમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટયુ

નવી દિલ્હી, તા.૨૫: કોરોનાની ત્રીજી લહેરના ભયના ઓથાર હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણના કેસ ખુબજ ઝડપી વધી રહ્યા છે. સરકાર દ્વારા રોગચાળાને ફેલાતો અટકાવવા માટે જારી કરાયેલા કોરોના (કોવિડ-૧૯)ના રોજના ૩ લાખથી વધુ કેસ ફરી એકવાર નોંધાઈ રહ્યા છે. કોરોના સામે બાથ ભીડવા સતત ગાઇડલાઇનનું પાલન કરવાનું કહેવામાં આવે છે. દરમિયાન કોરોનાની થર્ડ લહેર આવતા કેસોએ ચિંતા વધારી છે.

કોવિડ-૧૯ના કેસોની દૈનિક સંખ્યામાં વધારો નોંધવામાં દેશના ગ્રામીણ વિસ્તારો હવે મોટા શહેરો કરતા દ્યણા આગળ વધી ચુકયા છે શહેર કરતા ગામડામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે, આ વિશ્લેષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો ઓછો છે.

ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી જિલ્લાઓમાં કેસ ઓછા નોંધાઈ રહ્યા છે હવે દૈનિક કેસો ઘટી રહ્યા છે, જયારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે દેશના શહેરથી ગ્રામીણ ભાગોમાં વધતા ચેપમાં આ ફેરફાર ભારતના અગાઉના બંને કોરોના લહેરમાં પણ જોવા મળ્યો હતો.

ડેટા પરથી આંકડાઓ દર્શાવે છે કે દિલ્હી અને મુંબઈમાં જાન્યુઆરી ૧૬ જાન્યુઆરી સુધીમાં સરેરાશ નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નાઈ અને કોલકાતા જેવા અન્ય મેટ્રોપોલિટન શહેરોમાં પણ હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે.

સાપ્તાહિક વૃદ્ઘિ દર ૫૨૮% પર પહોંચ્યો જયારે ભારતમાં ૭-દિવસની સરેરાશ કેસ વધી રહયા છે ત્યારે હવે ઓમિક્રોન વૃદ્ઘિની ઝડપી ગતિ કરતાં દ્યણો નીચો છે, ડેટા બતાવે છે. ૨૩ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ચેપ ૩૦૯,૨૪૪ હતો. જયારે આના એક સપ્તાહ પહેલા આ સંખ્યા ૨૩૯,૧૦૦ હતી.

એટલે કે સાત દિવસમાં તે ૨૯.૩્રુ ના દરે સંક્રમણ વધ્યુ છે. ૮મી જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહમાં, સાપ્તાહિક વૃદ્ઘિ દર ૫૨૮%ની ટોચે પહોંચ્યો હતો, જે બીજા ક્રમે છે.

(10:44 am IST)