Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ભારતમાં સ્ટેલ્થ ઓમિક્રોનની એન્ટ્રી

ઈન્દોરમાં ૬ બાળકો સહિત ૧૨ દર્દીઓમાં જોવા મળ્યો ઓમિક્રોનના નવા બે સબ વેરિએંટ

ઈન્દોરમાં ઓમિક્રોનના બે નવા સબ વેરિએંટ BA.1 અને BA.2 ની એન્ટ્રી થઈ છેઃ આ સબ વેરિએંટને સૌથી દ્યાતક માનવામાં આવી રહ્યા છે કારણકે દર્દીના ફેફસાને આ વેરિએંટ ૪૦ ટકા સુધી નુકશાન પહોચાડે છે

ઇન્દોર, તા.૨૫: દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે હવે ઈન્દોરમાં ઓમિક્રોનના સબ વેરિએંટ BA.1 અને BA.2ના કેસ સામે આવ્યા છે. અહીયા અત્યાર સુધીમાં ઓમિક્રોનના સબ વેરિએંટ BA.2ના કુલ ૧૨ કેસ નોંધાયા છે. જેમાથી ૬ તો બાળકો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણકે આ સબ વેરિએંટ ઝડપથી ફેલાય છે.

આપને જણાવી દઈએ કે BA.2 દર્દીના ફેફસાને સૌથી વધારે નુકશાન પહોચાડે છે. જેટલા પણ દર્દીઓમાં આ વેરિએંટ જોવા મળ્યો છે. તેમના ફેફસામાં ૫ થી ૪૦ ટકા ઈન્ફેકશન જોવા મળ્યું છે. જેથી ઓમિક્રોનના સબ વેરિએંટ BA.2ના કેસ સામે આવ્યા બાદ ઈન્દોર સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

ઓમિક્રોનનો આ સબ વેરિએંટ અત્યાર સુધીમાં ૪૦ દેશોમાં જોવા મળ્યો છે. આ વેરિએંટને સ્ટીલ્થ એટલે કે છુપાયેલું વર્ઝન પણ કહેવામાં આવી રહ્યું છે. ઈન્દોરમાં એક દર્દીના ફેફસાને ૪૦ ટકા સુધી ઈન્ફેકશન લાગ્યું છે. સાથેજ બે દર્દીઓ ICUમાં છે. આ દર્દીઓને ઓકિસજન લગાવાની સાથે સાથે હોસ્પિટલમા પણ ભરતી કરવા પડી રહ્યા છે. જોકે ૪ દર્દીઓ એવા પણ છે કે જેમનામાં BA.1 વેરિએંટ જોવા મળ્યું છે.

ડોકટરોનું કહેવું છે કે BA.1 વેરિએંટ રોટેટ થઈને BA.2 થઈ જતો હોય છે. આ વેરિએંટ ચિંતાજનક એટલા માટે છે કારણકે તેમા દર્દીને ઓકિસજન લગાવાની સાથે હોસ્પિટલમાં એડમીટ પણ કરવા પડે છે. જોકે જે પણ દર્દીઓએ વેકિસનના બંન્ને ડોઝ લીધા છે તેઓ સુરક્ષીત રહેશે તેવું પણ ડોકટરોએ કહ્યું છે.

(10:12 am IST)