Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભારતની વેકસીન ડિપ્લોમસીથી ચીનને પેટમાં દુઃખાવો ઉપડયોઃ હવે કરે છે ઝેરિલો પ્રચાર

ભારત-ભારતની કંપનીઓને બદનામ કરવાનું શરુ: કર્યુ

નવી દિલ્હી, તા.૨૫: ભારતની વેકસીન ડિપ્લોમસીથી ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે ભારતની વેકસીન મૈત્રીના અભિયાને ચીનને દક્ષિણ એશિયામાં બેકફૂટ પર ધકેલી દીધું છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ ભારતના અભિયાન વિરુદ્ઘ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગી ગયું છે. જયારે ભારતે પહેલાથી જ શ્રીલંકા, અફદ્યાનિસ્તાન અને પાકિસ્તાનને છોડીને તમામ સાર્ક દેશોને ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેકસીન ગિફ્ટ આપી છે.

ભારત અને અફદ્યાનિસ્તાન વચ્ચે વેકસીનને લઈને વાતચીત ચાલુ છે. ભારતનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સ્થાનિક રેગ્યુલેટર તરફથી વેકસીનનો ઉપયોગને મંજૂરી મળ્યા બાદ તેને વેકસીનની ખેપ સપ્લાઈ કરાશે. ભારતે અફઘાનિસ્તાનને વિશ્વાસ અપાવ્યો છે કે તે તેની પ્રાથમિકતાની લિસ્ટમાં ઉપર છે. ભારત તરફથી ૨૭ જાન્યુઆરીએ શ્રીલંકાને કોરોના વેકસીનના ૫ લાખ ડોઝ આપવામાં આવશે.

જયારે ગ્લોબલ ટાઈમ્સે ભારતની વેકસીન મૈત્રી વિરુદ્ઘ દુષ્પ્રચાર કરતા સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં આગ લાગવાની દ્યટના બાદ ભારતના વેકસીન મેન્યુફેકચરિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ચીનમાં રહેનારા ભારતીય ચીની વેકસીનને મહત્વ આપી રહ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે બીબીસીની રિપોર્ટનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે પેશેંટ્સ રાઈટ્સ ગ્રુપ ઓફ ઈન્ડિયા ડ્રગ એકશન નેટવર્કનું કહેવું છે કે સીરમે કોવિશીલ્ડને લઈને બ્રીઝિંગ સ્ટડી પૂરી કરી નથી.

ભારતના પ્રયાસોથી વિરુદ્ઘ ચીનને ઘણા ઓછા અને તેવા દેશોએ વેકસીન આપવાની ઓફર કરી છે જયાં રાજનીતિક અને આર્થિક :પથી પ્રભાવ મેળવવા ઈચ્છે છે. નેપાળમાં ડ્રગ રેગ્યુલેટરે હજુ સુધી ચીનની વેકસીનને મંજૂરી આપી નથી. જયારે માલદીવ સરકારના સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી કોવિડ-૧૯ વેકસીનની કોઈ પણ પ્રકારની સપ્લાઈના સંકેત મળ્યા નથી. આટલું જ નહીં ચીનના નિકટના દેશ કંબોડિયાએ પણ ભારત પાસેથી વેકસીનનો આગ્રહ કર્યો છે.

ભારતે પાછલા અઠવાડિયે જ કહ્યું હતું કે, દ્યણા દેશોએ અમારી વેકસીનમાં રસ દાખવ્યો છે. અમે વેકસીન મેન્યુફેકચરિંગ હબ છીએ. સરકારે એમ પણ કહ્યું કે, ભારત પાર્ટનર દેશોને ચરણબદ્ઘ રીતે વેકસીન પૂરી પાડશે. ભારત તરફથી સાઉદી અરબ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, મોરક્કો, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં વેકસીન સપ્લાઈ થઈ રહી છે.

(10:46 am IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST