Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મેરી કોમને પદ્મ વિભૂષણ : સિંધુને પદ્મ સન્માન

ક્રિકેટર ઝહિરખાન,ફૂટબોલર બેમ્બીમ દેવી, હોકીના પૂર્વ ખેલાડી સાંસદ ગણેશ, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા જીતુ રાય અને મહિલા હોકી કેપ્ટન રાની રામપાલને પદ્મ શ્રી

નવી દિલ્હી : પ્રજાસતાક  દિનની પૂર્વસંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પદ્મ એવોર્ડ્સમાં ખેલજગતની ટોચની આઠ હસ્તીઓને સન્મનિત કરાશે પદ્મ વિભૂષણ માટે ભારતની છ વખતની ચેમ્પિયન મેરી કોમની જાહેરાત કરાઈ છે  જ્યારે રજત પદક વિજેતા પી.વી.સિંધુને ઓલિમ્પિક્સમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે

પદ્મ શ્રી એવોર્ડ છ ખેલાડીઓને આપવામાં આવશે. ભારતીય ક્રિકેટર ઝહીર ખાન, ફૂટબોલર બેમ્બીમ દેવી, હોકીના ભૂતપૂર્વ ખેલાડી સાંસદ ગણેશ, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા જીતુ રાય અને ભારતીય મહિલા હોકી કેપ્ટન રાની રામપાલને પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

(11:12 pm IST)