Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

J&K: પુલવામાં અથડામણઃ ગોળીબાર ચાલુ

૩ થી ૪ ત્રાસવાદીઓ ઘેરાયાઃ સર્ચ ઓપોરેશન શરૂ

શ્રીનગર,તા.૨૫:જમ્મુ કાશ્મીર ના પુલવામા જિલ્લાના ત્રાલમાં શનિવારે સવારથી જ આતંકીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ જૈશ-એ-મોહંમદ ના એક ટોપ કમાન્ડર કારી યાસિર અને અન્ય બે આતંકીઓને દ્યેરી લીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કારી યાસિર જૈશ માટે ફિયાદીન ગ્રૂપ તૈયાર કરવાનું કામ કરતો હતો. તેની શોધમાં સુરક્ષા કર્મચારીઓ લાંબા સમયથી કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કારી યાસિરના મિત્ર અબુ સૈફુલ્લા ઉર્ફે અબુ કાસિમને સુરક્ષા કર્મચારીએ એક અથડામણમાં માર્યો હતો. કાસિમે દક્ષિણ કાશ્મીરમાં એક અથડામણાં તેને ઠાર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાસિમ દક્ષિણ કાશ્મીરના ત્રાલ અને ખેવ વિસ્તારોમાં એક વર્ષથી સક્રિય હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મારવામાં આવેલ આતંકવાદી ૫ ઓગસ્ટના રોજ ૩૭૦ કલમ રદ કર્યા બાદ થયેલી હત્યાઓમાં સામેલ હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોસ્ટર લગાવવાના કામમાં પણ સામેલ હતો. જેમાં એસપીઓને ધમકી આપવામાં આવી હતી, જયારે બિનસ્થાનિક મજૂરોને દ્યાટી છોડવાનું કહેવામાં આવ્યું હતું.

(3:47 pm IST)