Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ટેલિવીઝન અભિનેત્રી સેજલ શર્માએ કરેલો આપઘાત

સુસાઇડ નોટમાં કોઇના નામનો ઉલ્લેખ નહીં : મોત માટે કોઇ જવાબદાર હોવા ઇન્કાર : કામ ન મળવાના કારણે પોતાના મીરા રોડ ખાતે ફલટ પર કરેલો આપઘાત

મુંબઇ,તા. ૨૫: ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી સેજલ શર્માએ મુંબઇમાં મીરા રોડ ખાતે ેના ફ્લેટ પર ફાંસી લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસને સેજલની પાસેથી સુસાઇઢ નોટ મળી આવી છે. જેમાં મોત માટે કોઇ જવાબદાર હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. જો કે પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. કાશીમારા પોલીસે મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સેજલ શર્માના મિત્રો અને રૂમમેટની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ટીવીની લોકપ્રિય સિરિયલ દિલ તો હેપ્પી હે જીમાં કામ કરી ચુકેલી સેજલ મીરા રોડની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેના શોની ગયા વર્ષે જાન્યુઆરીમાં શરૂઆત થઇ હતી. જે એકાએક ઓગષ્ટમાં બંધ થઇ ગઇ હતી. સિરિયલમાં સેજલે સિમ્મી ખોસલાની ભૂમિકા અદા કરી હતી. જે લીડ અભિનેત્રીની દત્તક લીધેલી બહેન હોય છે. ટીવી સિરિયલમાં કામ કરી ચુકેલી અનેક અભિનેત્રી વિતેલા વર્ષોમાં આત્મહત્યા કરી ચુકી છે. પોલીસ જુદા જુદા પાસામાં તપાસ કરી રહી છે. આપઘાત અંગેની નોંધમાં કેટલીક બાબતોનો ખુલાસો થયો છે. જો કે આના માટે કોઇ જવાબદાર હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. વિતેલા વર્ષોમાં પણ કલાકારો ડિપ્રેશનના શિકાર રહી ચુક્યા છે. કેટલાકે આત્મહત્યા પણ કરી છે.વિતલા વર્ષોમાં સુરજ પંચોલી સાથે પ્રેમમાં રહેલી ઝિયા ખાને આત્મહત્યા કરી હતી.

(3:44 pm IST)