Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઈનકમ ટેકસના સ્લેબમાં ૧૬મીથી બદલાઈ ગયો નિયમ, જાણો નવો ફેરફાર

જો તમારી વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયાથી વધારે છે તો તમારે પોતાના ઈનકમ ટેકસનો ૨૦ ટકા ભાગ ટેકસના રૂપમાં ચૂકવવો પડી શકે છે

નવી દિલ્હી, તા.૨૫: જો તમે નિયોકતા કે કંપનીને PAN અને Aadhaarની ડિટેલ્સ આપવાથી બચો છો તો તમારે તેની મોટી કિંમત ચૂકવવી પડે તે શકય છે. ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટના નવા નિયમોના આધારે જો તમારી વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયાથી વધારે છે તો તમારે પોતાના ઈનકમ ટેકસનો ૨૦ ટકા ભાગ ટેકસના રૂપમાં ચૂકવવો પડી શકે છે.

૧૬ જાન્યુઆરીથી લાગૂ થયેલા સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ એટલે કે નવા નિયમ એ દરેક લોકો પર લાગૂ થશે, જેની વાર્ષિક કમાણી ૨.૫ લાખ રૂપિયાથી વધારે છે.

ટેકસ ડિડકશને માટે પાન કે આધારની ડિટેલ્સ નહીં આપવાથી થશે નુકસાન

CBDTના સકર્યુલરમાં કહેવાયું છે કે કોઈ કર્મચારી પોતાના નિયોકતા કે કંપનીને ટેકસ ડિડકશને માટે પાન કે આધારની ડિટેલ્સ નહીં આપે તો તેણે પોતાની ઈનકમનો ૨૦ ટકા ટેકસમાં આપવાનો રહેશે. ઈનકમ ટેકસ એકટની કલમ 206AAને આધારે તેને અનિવાર્ય કરવામાં આવ્યું છે. ૨૦ ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે તો ૪ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષામાં કપાત કરવાની જરૂર રહેશે નહીં. જયારે તમારી વાર્ષિક કમાણી ૨.૫ લાખ રૂપિયાથી ઓછી હશે તો કોઈ ટેકસ લાગશે નહીં.

જો કોઈ વ્યકિતને આવક હોય છે તો તે આવકથી ટેકસ કાપીને બાકીની રકમ આપવામાં આવે તો ટેકસના રૂપમાં કપાયેલી રકમને ટીડીએસ કહેવામાં આવે છે. ઈનકમ ટેકસથી ટીડીએસ વધારે હોય તો રિફંડ કલેમ કરવામાં આવે છે અને સાથે તે ઓછો હોય તો એડવાન્સ ટેકસ કે સેલ્ફ એસેસમેન્ટ ટેકસ જમા કરવાનો રહે છે.

ટીડીએસ દરેક આવક કે લેનદેન પર લાગૂ પડતો નથી. આવકવેરા કાયદા અનુસાર ટીડીએસના અલગ અલગ રેટ છે, આ ભુગતાનની પ્રક્રિયા પર નિર્ભર કરે છે. સરકારે રોકાણને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવાના ઉદ્દેશ્યથી કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કર્યો છે. તેનાથી સરકારી ખજાના પર ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધારે ભાર પડે તેવી પણ શંકા છે.

(12:03 pm IST)