Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભાજપા સાંસદ વરૂણ ગાંધી બોલ્યા દેશ વિરોધી દંગાઇની રાજનીતિ એક દિવસ એમના હાથ જલાવી દેશે

સીએએને લઇ વિપક્ષના વિરોધ અને આંદોલન હજુ પણ ચાલુ છે કોંગ્રેસના નેતૃત્વમા આગામી બજેટ સત્રમાં આને વધારે તેજ કરવાની રણનીતિ પણ બની રહી છે. જયારે ઉતરપ્રદેશના પીલીભીતમાં નવા કાનૂનને લઇ બાંગ્લાદેશથી આવેલ શરણર્થીઓને નાગરિકતા આપવા માટે કામ પણ શરૂ થઇ ગયુ છે.

પીલીભીત ના ભાજપા સાંસદ વરૂણ ગાંધીએ કોંગ્રેસને આગાહ કરતા કહ્યું કે રાજનીતિ એક દિવસ એમના હાથ જલાદી દેશે નાગરિકતા કાનૂનને લઇ દેશમાં ઘણા સ્થાનો પર હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જયારે આપના સંસદીય ક્ષેત્રમાં પીલીભીતમા હજારો લોકોની ઓળખ કરી એમને નાગરિકતા આપવા પર કદમ વધારી દેવામા આવ્યા છે. જયારે હજુ નિયમ કાયદા પણ નકકી થયા નથી.

મારા ક્ષેત્રમાં બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર ભારતમાં આવેલ લગભગ દોઢ લાગ શરણાર્થી છે વર્ષોથી અહીં રહે છે પણ સરકારી યોજનાએાનો લાભ એમને મળતો નથી. બંગાળી સમાજના અમારા પોતાના લોકો છે. અરે ભાઇ ૭૦ વર્ષતો વીતી ગયા હવે સમસ્યાને ૭૦૦ વર્ષ ખેંચવી છે.

(12:00 am IST)