Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મોદી સરકારને રામદેવજીની સલાહ

મોંઘવારી-રોજગારી પર કામ કરો

નવી દિલ્હી,તા.૨૪: અર્થવ્યવસ્થાના મોર્ચા પર વિપક્ષ કેન્દ્ર સરકારને સતત નીશાન પર લઇ રહ્યું છે આ બધાની વચ્ચે રામદેવે નિવેદન આપ્યું છે કે સરકારે મોંઘવારી અને બેરોજગારી મુદ્દા પર કામ કરવું રામદેવે પત્રકાર પરીષદ કરીને વર્ષ ૨૦૨૦માટે તેમના એજન્ડાને સામે રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે આર્થિક મોર્ચા પર મોદી સરકારને સતત ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. વિશ્વની અનેક મોટી એજન્સીઓએ ભારતના જીડીપીનો અંદાજ ઘટાડયો છે. ભારતનો જીડીપી સતત ૭ ટકાથી વધુ તેજ ચાલી રહ્યો હતો. તે અંદાજ હવે ૫ ટકાની નીચે થયો છે. આ દરમ્યાન તેઓએ દેશમાં અનેક પ્રદર્શના મુદ્દાપર તેમનું મંતવ્ય જણાવ્યું.યોગગુરૂએ કહ્યું કે જે પણ પ્રદર્શન દરમ્યાન આઝાદીના નારા લગાવી રહ્યા છે. તે સંપૂણે રીતે ખોટું છે. આ દેશ બધાનો છે.

રામદેવે કહ્યું કે હાલમાં દેશમાં મોંઘવારી અને બેરોજગારી પર કામ કરવું જરૂરી છે. વિપક્ષે દેશનો ફાયદો જોવો જોઇએ. અને દરેક મુદ્દામાં રાજનીતિ કરવી જોઇએ નહીં. એક સમય હતો જ્યારે દેશમાં લાખો -કરોડોના કૌભાડો થયા પરંતુ તેના પર ધ્યાન આપવું પડશે.

યોગગુરૂ રામદેવે કહ્યું કે મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો ભારત અંગે ખોટા નિવેદન આપ્યો આ જ કારણે ભારત સરકારે સખત કાર્યવાહી કરી આજે પણ દેશમાં ૫૦ હજાર કરોડથી વધુની રોકાણ કરતી વિદેશ કંપનીઓનું છે.

રામદેવ કહ્યું કે શિક્ષા, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં હજુ પણ અમે ગુલામીનો શિકાર થઇ રહ્યા છે.

(4:33 pm IST)