Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

દેશભરમાં વાહન 'રોડ ટેકસ' સમાન થશે

નવી દિલ્હી, તા.૨૪: કેન્દ્ર અને રાજયો વચ્ચે જુદા-જુદા ટેકસ-સિસ્ટમો એક સમાન બનાવવાની દિશામાં હવે શ્નજીટદૃ ટેકસ'ને સામેલ કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. દેશભરમાં વાહનો પરનો રોડ ટેકસ એક સમાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે તેનાથી હજારો-લાખો વાહનધારકોને રાહત મળી શકે તેમ છે.

પ્રવર્તમાન ટેકસ સિસ્ટમમાં તમામ રાજયોમાં વાહનો પરના રોડ ટેકસના દર જુદા છે. વાહન ખરીદતા લોકો ઓછો ટેકસ હોય તેવા રાજયમાંથી ખરીદ કરે છે એટલે મૂળ રાજયની તિજોરી-આવકને નુકશાન થાય છે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે રોડ ટેકસ એક સમાન કરવાની દરખાસ્ત સાથે તાજેતરમાં બેઠક થઈ હતી અને તેમાં કેન્દ્ર-રાજયો વચ્ચે સહમતી બની હતી. જો કે, અમુક રાજયોના અધિકારીઓએ સંબંધીત રાજયોની આવક પર પડનારી સંભવિત અસર સામે લાલબતી ધરી હતી. કેરળે રાજયના બજેટસત્ર દરમ્યાન આખરી નિર્ણય લેવાનુ જણાવ્યુ હતું.

વાહન ખરીદી- રજીસ્ટ્રેશન વખતે લોકોને રોડ ટેકસ ચુકવવો પડે છે. જુદા-જુદા રાજયોમાં તેના દર અલગ છે. ઉપરાંત તેની ગણતરીની પદ્ઘતિ પણ જુદી છે. દિલ્હીમાં વાહનના મોડલ, એન્જીન અને બેઠક ક્ષમતાના આધારે રોડ ટેકસની ગણતરી કરવામાં આવે છે જયારે અરુણાચલ જેવા રાજયોમાં કિંમતના આધારે રોડ ટેકસ નકકી થાય છે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે રોડ ટેકસ એક સમાન કરવા માટે ૨૦૧૮માં કમીટીનું ગઠન કરવામાં આવ્યું હતું. વાહનની કિંમત પર રોડ ટેકસ વસુલવાની ભલામણ કરી હતી. ૧૦ લાખથી ઓછી કિંમતના વાહન પર દેશભરમાં એક સમાન ૮ ટકા, ૧૦થી૨૦ લાખની કિંમતના વાહનો પર ૧૦ ટકા તથા ૨૦ લાખથી ઉંચી કિંમતના વાહનો પર ૧૨ ટકા ટેકસ લાગુ કરવાનુ સૂચવ્યુ હતું. ઓટો ઉદ્યોગ દ્વારા જીએસટીના ધોરણે રોડ ટેકસમાં એક સમાન પ્રણાલી લાગુ પાડવાની માંગ કરે છે.

(4:23 pm IST)