Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જ્યાં લોકો બસ સળગાવે ત્યાં રોકાણ કઇ રીતે આવે?

આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવ કહે છે.....

દાવોસ તા. ૨૪: દેશના વિવિધ ભાગોમાં નાગરિકતા સંશોધન કાનૂનને લઇને દેખાવો થઇ રહ્યા છે. ત્યારે ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને આધ્યાત્મીક ગુંઢ સદગુરૂ જગ્ગી વાસુદેવે કહ્યુ છે કે સરકાર લોકોને સમજાવવામાં નિષ્ફળ ગઇ છે. આ કાનુન હિન્દુ કે  મુસ્લિમની  વિરુદ્ધ  નથી. મુશ્કેલી એ છે કે આ વખતે સરકાર લોકોના ગળે ઉતરાવી શકી  નથી.

સિત્ઝલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમી ફોરમનું આયોજન કરવામાં આવ્યુ છે. ડબલ્યુઈએફની પ૦મી બેઠક ૨૦ જાન્યુઆરીના રોજથી શરૂ થઇ ચુકી છે. સદગુરુ જગ્ગી વાસુદેવ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં નાગરિકતા સુધારણા કાયદા પર નિવેદન આપતા કહ્યુ કે જે ભારતમાં ઠેર-ઠેર આનો વિરોધ થઇ રહ્યો છે. કોઇ પણ બિઝનેસમેન એવા દેશમાં રોકાણ નહી કરે કે  જે દેશના રસ્તાઓ પર બસો સળગી રહી હોય . સદગુરૂએ કહ્યુ કે નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધ  ભારતમાં થઇ રહેલા  વિરોધ પ્રદર્શનો  દેશમાં થઇ રહ્યો છે.  પણ  એવુ પણ ન કહી શકાય કે  આ વિરોધ  સમગ્ર દેશમાં  થઇ રહ્યો છે. દેશના ઘણા બધા સ્થળોએ  કોઇ વિરોધ  જોવા મળ્યો નથી. પરંતુ દેશના રસ્તાઓ પર બસો સળગતી રહેશે ત્યાં સુધી દુનિયામાં આપણી છાપ સુધરી શકશે નહી. તેથી આપણે દુનિયામાં ભારતની છાપને સુધારીને  તેની આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસો પણ કરવા જોઇએ. લોકોના મનમાં અસુરક્ષાની ભાવના છે તે સરકારે દુર કરવી જોઇએ.

(1:07 pm IST)