Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

હમ નહિ સુધરેંગે... ભારતમાં 'ભ્રષ્ટ-આચાર' યથાવત

ભ્રષ્ટાચારના મામલે ભારતની સ્થિતિમાં સતત બીજા વર્ષે સુધારો નહિઃ ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્ષમાં ભારત ૭૮માં સ્થાનેઃ ઇન્ડેક્ષ સ્કોર ૪૧ ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિટઝરલેંડ, નોર્વે, નેધરલેંડ,નોર્વે સૌથી ઓછા ભ્રષ્ટ

નવી દિલ્હી તા. ર૪ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે છેલ્લા સાડા પાંચ વર્ષથી  દાવો કરી રહ્યા હોય કે તેઓ ખાશે પણ નહિ અને ખાવા દેશે પણ નહિ પરંતુ હકિકત એ છે કે આંતર રાષ્ટ્રીય સૂચકાંકમાં ભારતની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્ષ એટલે કે વૈશ્વીક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકઃ ર૦૧૯ માં ભારતની રેન્કીંગમાં કોઇ સુધારો થયો નથી. ભારત ર૦૧૮ ની જેમ જ ૭૮માં ક્રમે રહ્યું છે.

ભ્રષ્ટાચાર માત્ર ભારત જ નહીં, પ્રત્યેક દેશની સમસ્યા છે. વધતે ઓછે અંશે ભ્રષ્ટાચાર દરેક દેશમાં થતો જ હોય છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું દુષણ કયા દેશમાં કેટલી હદે વ્યાપ્ત છે એનો સર્વે કરાયો હતો, જેમાં ભારતે ર૦૧૮ ના સ્તરે એટલે કે ૭૮મો ક્રમાંક જાળવી રાખ્યો છે.

ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેકસ ર૦૧૯ માં ભારતના રેન્કિંગ્સમાં કોઇ સુધારો થયો નથી. એ ર૦૧૮ ની જેમ જ ૭૮મા ક્રમાંકે યથાવત છે. નિષ્પક્ષ રીતે વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું વિશ્લેષણ કરનાર સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પ્રમાણે ભારતનો ઇન્ડેકસમાં કુલ સ્કોર ૪૧ રહ્યો અને એ ૭૮ માં સ્થને છે. ર૦૧૭ માં ઇન્ડેકસમાં ૪૦ પોઇન્ટ સાથે ૮૧ મા સ્થાન પર હતું. આ પહેલાં ર૦૧૬ માં ભારત આ ઇન્ડેકસમાં ૭૯ મા સ્થાને હતું.

આ વખતે રસપ્રદ વાત એ રહી કે ભારત સાથે ચીન, ઘાના, બેનિન અને મોરોકકો પણ ૭૮મા રેન્ક પર છે. પાડોશી દેશ પાકિસ્તાનના રેન્કિંગ્સ ૧ર૦ રહી. એ વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે. આ ઇન્ડેકસમાં સાર્વજનીક ક્ષેત્રના ભ્રષ્ટાચારના મામલાઓમાં ૧૮૦ દેશોને રાખવામાં આવ્યા છે. ઇન્ડેકસ ૦ થી ૧૦૦ ના પોઇન્ટનો ઉપયોગ કરે છે જેમાં ૦ સૌથી વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે, જયારે નંબર ૧૦૦ ખૂબ જ ભ્રષ્ટાચારમુકત દર્શાવે છે.

ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેકસ પ્રમાણે બે તૃતીયાંશ દેશોનો સ્કોર પ૦ થી ઓછો છે એન એવરેજ સ્કોર ૪૩ છે. ર૦૧ર થી લઇને અત્યાર સુધી રર દેશોએ પોતાનો સ્કોર સુધાર્યો છે. એમાં એસ્ટોનિયા, ગ્રીસ અને ગયાના સામેલ છે. ર૧ દેશોના સ્કોરમાં પછડાટ જોવા મળી જેમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા અને નિકારાગુઆ સામેલ છે. જી-૭ દેશોના ચાર દેશોના સ્કોરમાં ઘટાડો નોંધાયો હતો એમાં કેનેડા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જર્મની અને જાપાનના સ્કોરમાં કોઇ સુધારો નથી થયો. ઇટલીના સ્કોરમાં એક આંકડાનો સુધારો નોંધાયો છે.

ભ્રષ્ટાચાર ઓછો કરવાને લઇને અનેક દાવાઓ થયા પરંતુ ચિત્ર હજુ પણ જુનુ જ દેખાઇ રહ્યું છે. આની માહિતી આપણને ગ્લોબલ ભ્રષ્ટાચાર પરસેપ્શન ઇન્ડેકસ (વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક) ર૦૧૯ માં જોવા મળી રહી છે.

દુનિયામાં એવા દેશોની યાદી જયાં ભ્રષ્ટાચાર ઓછો છે, આપણે ચીન સાથે સંયુકત રીતે ૮૦ માં રેન્ક પર છીએ. ટ્રન્સપેરેન્સી ઇન્ટરનેશનલ દર વર્ષ તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઇને રેન્કિંગ જાહેર કરે છે. આ વખતે પણ સંસ્થાએ ૧૮૦ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત ૭૮ માં નંબર પર રહ્યું છે.

મહત્વની વાત એ છે કે ૮૦ માં રેન્કિંગ પર ભારત-ચીન સિવાય સંયુકત રીતે બેનિન, ધાના અને મોરકકો જેવા દેશ છે. સૌથી ઓછા ભ્રષ્ટાચાર કરનારા દેશોમાં ડેનમાર્ક પ્રથમ છે. ન્યુઝીલેન્ડ તેની સાથે સંયુકત રીતે પ્રથમ નંબર પર છે. ત્યારબાદ ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને નોર્વેનો નંબર આવે છે.

પાડોશી દેશ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર પર કેટલી રોક લગાવી શકાઇ છે, તેનો અંદાજો તેના રેન્કિંગ પરથી લગાવી શકાય છે. ૧૮૦ દેશોમાં તેની રેન્કિંગ ૧ર૦ છે. અને તેનો સ્કોર અંદાજીત ૩ર રહ્યો છે.

સોમાલિયા સૌથી નીચેના ક્રમે

વૈશ્વિક રેન્કિંગમાં સોમાલિયા સૌથી નીચેના એટલે ૧૮૦ માં નંબર પર છે. તે પહેલા દક્ષિણી સૂદાન, સીરિયા, યમન અને વેનેજુએલા જેવા દે છે.

ભૂટાન મુખ્ય રપ દેશોમાં સામેલ

પાડોશી દેશોની વાત કરીએ તો ભૂટાન જ એક માત્ર દેશ છે, જયાં ભ્રષ્ટાચાર ઓછો છે. ભૂટાન ૬૮ માં નંબરથી પ માં રેન્કિંગ પર છે. બાકીના અન્ય દેશોમાં સ્થિતિ ભારતથી પણ ખરાબ છે. શ્રીલંકા ૯૩ માં, નેપાલ ૧૧૩ માં માલદીવ-મ્યાંમાર ૧૩૦ માં અને બાંગ્લાદેશ ૧૪૬ માં નંબર પર છે.

દેશ

રેન્ક

અંક

ડેનમાર્ક

૮૭

ન્યુઝીલેન્ડ

૮૭

ફિનલેન્ડ

૮૬

સિંગાપુર

૮પ

સ્વીડન

૮પ

સ્વિત્ઝરલેન્ડ

૮પ

નોર્વે

૮૪

નીદરલેન્ડ

૮ર

જર્મની

૮૦

લકસમબર્ગ

૮૦

(10:48 am IST)