Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનની જીતથી નવુ જોમ

નવીદિલ્હીઃ ઝારખંડમાં ભાજપના શાસનનો અંત લાવી કોંગ્રેસ- જેએમએમ સત્તા ઉપર આવ્યું છે. આ જીતથી કોંગ્રેસનું વધુ એક રાજયમાં શાસન આવ્યું છે. ઝારખંડમાં જીત બાદ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પત્રકારો સાથે રૂબરૂ થયા હતા. રાહુલ જયારે મુલાકાત માટે આવ્યા ત્યારે પત્રકારો તેમને ઘેરી વળ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ઝારખંડમાં વિજય અંગે પોતાનું નિવેદન આપ્યુ હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શકિતસિંહજી ગોહીલ પણ સાથે રહ્યા હતા. આજે રાહુલે હેમંત સોરેન સાથે મુલાકાત પણ કરી હતી. ઝારખંડમાં હેમંત સોરેન ૨૭મીએ રાંચીના મોરાહીબાદી મેદાનમાં મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરનાર છે. શપથ ગ્રહણમાં સોનીયાજી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી સહીતના કોંગ્રેસી નેતાઓ હાજર રહે તેવી શકયતા છે.

(11:32 am IST)