Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમેરિકાના એરપોર્ટ ઉપર ભારત જવા ભેગા થયેલા ૧૬ ઇન્ડિયન અમેરિકન ફસાયાઃ નવા નિયમ મુજબ OCI કાર્ડ સાથે જુનો રદ થયેલો પાસપોર્ટ રાખવો જરૂરી હોવાની બાબતથી અજ્ઞાન હતા

વોશિંગ્ટનઃ  ગઇકાલ રવિવારે અમેરિકાથી ન્યુ દિલ્હી જવા માટે  જહોન એન. કેનેડી એરપોર્ટ ઉપર ભેગા થયેલા ઇન્ડિયન અમેરિકન્સ પૈકી ૧૬ ઉતારૂઓને પ્લેનમાં બેસતા અટકાવાયા હતા.

આ માટે એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યા મુજબ OCI કાર્ડ ધરાવતા ભારતીય મૂળના નાગરિકોએ ભારત જવા માટે તેમનો જુનો રદ થયેલો પાસપોર્ટ સાથે રાખવો જરૂરી છે. જે તેઓ લાવ્યા નહોતા. આમ ઉપરોકત ૧૬ ઇન્ડિયન અમેરિકન્સ મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે  જુનો કેન્સલ થયેલો પાસપોર્ટ સાથે લાવ્યા બાદ તેમણે ફરીથી અન્ય પ્લેનની મુસાફરી માટે ટિકિટનો તફાવત ચૂકવવાની નૌબત આવી પડી હતી. આખરે  ભારતના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંખલા તથા સ્થાનિક કોન્સ્યુલ જનરલના હસ્તક્ષેપથી મામલો સુલટાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે નિયમમાં તાજેતરમાં થયેલા ફેરફારથી તેઓ અજ્ઞાત હતા જે મુજબ OCI કાર્ડ સાથે જુનો કેન્સલ થયેલો પાસપોર્ટ રાખવો જરૂરી છે. જેનો નંબર OCI કાર્ડમાં દર્શાવાયેલો છે.

(8:37 pm IST)