Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

હવે દીદી ભાજપને તોડવાની તૈયારીમાં ! : આજે સુબ્રમણ્યમ સ્વામી સાથે મમતા કરશે મુલાકાત

હવે દીદી ભાજપને તોડવાની તૈયારીમાં ! : આજે સુબ્રમણ્યમ સ્વામી સાથે મમતા કરશે મુલાકાત

નવી દિલ્હી :તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે. કોંગ્રેસના પૂર્વ નેતા અશોક તંવર અને કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ દિલ્હી પ્રવાસના પહેલા દિવસે મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશવા અને દેશભરમાં પાર્ટીનો વિસ્તરણ કરવા માટે, TMCનું બ્રેક પાર્ટી અભિયાન ચાલી રહ્યું છે. આ માટે ટીએમસી કોંગ્રેસ-ભાજપ અને જનતા દળ (યુનાઇટેડ) સહિત અનેક પક્ષોના નેતાઓને નિશાન બનાવી રહી છે. આ ક્રમમાં મમતા બેનર્જી ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા આજે બપોરે 3.30 કલાકે સુબ્રમણ્યમ સ્વામીને મળશે.

જે બાદ મમતા બેનર્જી સાંજે 5 વાગે પીએમ મોદીને મળશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ, મમતા બેનર્જીની પાર્ટીએ વિસ્તરણવાદી નીતિ અપનાવી છે અને તેના માટે તે વિવિધ રાજ્યોમાં ટીએમસીના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, જેથી કરીને 2024ની લોકસભાની ચૂંટણીમાં મજબૂત સંગઠન સાથે આગળ વધી શકે

 

અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીની રોમ મુલાકાત રદ થવા પર ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે મમતા બેનર્જીને રોમ જવાથી કેમ અટકાવવામાં આવી? તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા મમતા બેનર્જીને આવતા મહિને રોમ જવાની પરવાનગી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ મમતા બેનર્જીએ પ્રહારો કર્યા હતા. સુબ્રમણ્યમ સ્વામી સતત ભાજપ સરકાર પર નિશાન સાધતા રહે છે. ઘણી વખત તેઓ પીએમ મોદીને આર્થિક મુદ્દાઓ પર ઘેરી ચૂક્યા છે. 

 

મમતા બેનર્જી એવા લોકોને જ જોડે છે જેઓ કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓમાં સાઇડલાઈન અથવા ઉપેક્ષિત છે. ભાજપમાં સખત સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ટીએમસીમાં નહીં આવે, પરંતુ ટીએમસી બિનસાંપ્રદાયિક છબી ધરાવતા નેતાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે જેઓ વિકલ્પ શોધી રહ્યા છે. આ બિનસાંપ્રદાયિક છબી ધરાવતા નેતાઓ મમતા બેનર્જીને Pan India TMCની હાજરી પછી 2024માં વડાપ્રધાન પદ માટે મજબૂત ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે

(2:11 pm IST)