Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કોવૈકસીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં ૫૦ ટકા અસરકારક

દિલ્હીના એમ્સમાં ૨૭૧૪ સ્વાસ્થ્ય કર્મીઓ પર આ સ્ટડી કરવામાં આવીઃ કોવૈકસીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં ૫૦ ટકા અસરકારક

નવી દિલ્હી, તા.૨૪: કોવૈકસીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં ૫૦ ટકા અસરકારક છે.  આ દાવો લેસેન્ટ ઈન્ફેકિશયસ ડિસીસ જર્નલમાં પ્રકાશિત રસીના રિયલ વર્લ્ડ એસેસમેન્ટમાં કરવામાં આવ્યો છે.

લેસેન્ટમાં હાલમાં છપાયેલ પીયર રિવ્યૂમાં એ વાત સામે આવી હતી કે કોવૈકસીન કોરોનાની વિરુદ્ઘ અસરકારક છે અને આ કોરોનાના લક્ષણ વાળા દર્દીઓમાં ૭૭.૮ સુધી અસરદાર છે. સાથે આમાં ગંભીર અસર નથી.

નવી સ્ટડી મુજબ ૧૫ એપ્રિલથી ૧૫ મે સુધી દિલ્હીના એમ્સમાં ૨૭૧૪ સ્વાસ્થ્ય કર્મીઓ પર આ સ્ટડી કરવામાં આવી જેમાં કોરોનાના લક્ષણો હતા અન આરટી-પીસીઆર તપાસ પણ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ જયારે આ સ્ટડી કરવામાં આવી ત્યારે ભારતમાં ડેલ્ટા વેરિએન્ટનો કેર હતો અને કોરોનાના ૮૦ ટકા મામલામાં વેરિએન્ટ જોવા મળ્યા હતા.

કોવૈકિસનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ એક સાથે મળીને વિકસિત કરી છે. જેમાં ભારત બાયોટેકે આ સહયોગના માધ્યમથી  SARS-COV-2 સ્ટ્રેન મેળવી હતી. કોવૈકિસનના બન્ને ડોઝ ૨૮ દિવસના અંતરાલમાં આપવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કોવૈકિસનને ભારતમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.  WHOએ આ મહિને કોવેકિસનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

આની પહેલા લેસેન્ટે પોતાના રિવ્યૂ રિપોર્ટમાં દાવો કર્યો હતો. કોવૈકિસન સિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ઘ ૭૭. ૮ ટકા અસરકારક રહી છે. કોવૈકસીનને ગંભીર સિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ઘ ૯૩.૪ ટકા અસરકારક જોવા મળ્યા. કોવૈકસીન એસિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ઘ ૬૩.૬ ટકા અસરકારક જોવા મળી છે. આ SARS-COV-2, B.1.617.2 ડેલ્ટાની વિરુદ્ઘ ૬૫.૨ ટકા અસરકારક જોવા મળી છે.

(11:06 am IST)