Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ફરી વાતાવરણ અસ્‍થિર બની શકે છે, વરસાદની શકયતા

જો કે હાલમાં સિસ્‍ટમ્‍સ અંગે વિવિધ મોડલોમાં જોવા મળતી વિસંગતતાઃ આગામી દિવસોમાં ચિત્ર સ્‍પષ્‍ટ થશે

રાજકોટઃ તા.૩૦ નવેમ્‍બરથી તા.૨/૩ ડીસેમ્‍બર દરમ્‍યાન અફઘાનિસ્‍તાન, પાકીસ્‍તાન બાદ જમ્‍મુ કશ્‍મીર અને ઉતર તેમજ ઉતર પુર્વના રાજ્‍યો પરથી એક મજબુત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ પસાર થનાર હોય તેનો ટ્રફ ગુજરાત અરબ સાગર સુધી લંબાવાની શકયતા હોય ફરી વાતાવરણ અસ્‍થિર બની શકે છે. અસ્‍થિરતા, વાદળો છવાય કે છાંટાછુંટી ઝાપટા કે વરસાદની શકયતા નકારી શકાય તેમ ન હોવાનું વેધરની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યું છે.
  અરબ સાગરમાં સિસ્‍ટમ આવશે કે કેમ ? તેનો ટ્રફ અરબ સાગર સિસ્‍ટમ્‍સથી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સુધી લંબાશે કે કેમ ? તેમજ સિસ્‍ટમ્‍સ ગુજરાત નજીક આવવા અંગે અલગ અલગ વેધર મોડલમાં વિસંગતતા જોવા મળી રહી છે.
    સંભવિત અરબ સાગરની સિસ્‍ટમ્‍સ ગુજરાત નજીક આવે કે ના આવે છતા પણ મજબુત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ પસાર થાય તેમ હોય એટલે સાવચેતી રાખવી જરુરી હોવાનું અંતમાં જણાવાયું છે.

 

(10:42 am IST)